સિવિલમાં ડોકટરોની હડતાલથી OPDમાં 400 દર્દીની સારવાર ઠપ

દૈનિક સર્જરી 10થી ઘટીને 45: સ્મીમેર
હોસ્પિટલમાં દરરોજ
30થી 35 એમ.એલ.સી.
કેસ હતા જે વધીને
90 થી 115 થઇ ગયા

          સુરત :

રાજ્યભરમાં
બોન્ડના સમયમાં ફેરફાર સહિતના પડતર પ્રશ્નનોના મુદે રેસિડેન્ટ ડોકટરોએ આજે સોમવારે
પણ હડતાલ જારી રાખીને નવી સિવિલ કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.સુરત નવી
સિવિલમાં હડતાલના પગલે વિવિધ ઓ.પી.ડીમાં પ્રતિદિન સારવાર માટે આવતા
300 થી 400 દર્દી, દાખલ 100 થી125 દર્દી અને  સર્જરીમાં ઘટાડો થયો
હોવાનું જાણવા મળે છે.

 સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ગત તા.2 ઓગષ્ટના રોજ  વિવિધ તકલીફ ધરાવતા 2564
દર્દી વિવિધ ઓ.પી.ડીમાં સારવાર માટે આવ્યા હતા.જેમાં જુદા જુદા વોર્ડમાં રોજ
181 જેટલા દર્દી દાખલ કરાતા હતા.જયારે નાની મોટી થઇને 73  સર્જરી કરવામાં આવતી હતી. જોકે
ગત તા.
3જીએ સાંજે નવી સિવિલના બોન્ડના ડોકટરોની હડતાલ  બાદ ગત તા.4થીએ રેસીડન્ટ
ડોકટરો હડતાલ પર જતા દર્દીઓની હાલત કફોડી થઇ છે. હડતાલ પગલે સિવિલમાં સારવાર માટે
આવતા દર્દી સંખ્યામાં ઘટાડો થયો છે.

<

p class=”12News”>સોમવારે
સિવિલમાં ઓ.પી.ડીમાં
2365 પૈકી 84 દર્દી દાખલ કર્યા હતા.  નાની- મોટી મળીને 49 સર્જરી
કરવામાં આવી હતી.સિવિલના સિનિયર ડોકટરે કહ્યુ કે હડતાલ પહેલા સર્જરી અને ઓર્થોપેડિક
વિભાગમાં પ્રતિદિન
10થી વધુ સર્જરી કરવામાં આવતી હતી.પણ હાલમાં
ત્યાં રોજના
4થી5 દર્દીઓની ઇમરજન્સી સર્જરી
કરવામાં આવે છે.જયારે અગાઉ રોજના
10થી13 જેટલી પ્રસૃતિ થતી હતી.હાલમાં ત્રણ-ચાર સિઝર પ્રસૃતિ કરવામાં આવે છે.જોકે
પ્લાનીંગ સર્જરી હાલમાં બંધ હોવાનું ડોકટર સુત્રોએ કહ્યુ હતુ.નોધનીય છે કે સ્મીમેર
હોસ્પિટલમાં હડતાળનાં મેડીકલ લીગલ કેસ (એમ.એલ.સી)માં વધારો થયો છે.  હડતાલ પહેલા પ્રતિદિન એમ.એલ.સી.ના
30થી35 દર્દીઓ આવતા હતા.જયારે હાલમાં ત્યાં રોજના 90 થી 115 દર્દીઓ આવી રહ્યા હોવાનું સુત્રોએ કહ્યુ હતુ.
મેડિકલ કોલેજના ડિન ઋતુંભરા મહેતાએ જણાવ્યુ કે આરોગ્ય અધિકારી સાથે આ મુદ્દે વાટાઘાટો
ચાલી રહી છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s