વેટ રજીસ્ટ્રેશન વિના 27 પેટ્રોલપંપના 400 કરોડના વેચાણો બહાર આવ્યાસુરત

 રાજ્યભરના 104 પૈકી સુરતના આઠ તથા વલસાડના 4 પેટ્રોલપંપ પર પણ તપાસની તવાઈઃવેટ વિના પલસાણાના કેસરી નંદન પેટ્રોલપંપની 65.68 કરોડના વેચાણ મળી આવ્યા

પેટ્રોલ-ડીઝલના
વેચાણ પર ચુકવવા પાત્ર થતાં વેટની ચોરી કરવાના મામલે સ્ટેટ જીએસટી વિભાગે રાજ્યના 104 પેટ્રોલ પંપ રેડ કરીને વેટ રજીસ્ટ્રેશન વિના 27 જેટલા પેટ્રોલ પંપના કુલ 400 કરોડના વેચાણો શોધી કાઢ્યા છે.જે પૈકી રાજ્યમાં સૌથી  વધુ વેટ નોધણી વિના પલસાણાના કેસરી નંદન
પેટ્રોલપંપના ૬૫.૪૮ કરોડ તથા અટક પારડી વલસાડના 54.89 કરોડનાના વેચાણ બહાર આવ્યા
છે.

પેટ્રોલિયમ
કંપની તથા વિતરક પેટ્રોલપંપના સંચાલકો દ્વારા વેચાણ કરવામાં આવતા પેટ્રોલ ડીઝલ પર
વેટ ચુકવવાનો હોય છે.પેટ્રોલ પંપના સંચાલકોએ ગુજરાત વેટ અધિનિયમ હેઠળ રજીસ્ટ્રેશન
કરાવીને વેટ નોધણી ધરાવતા વેપારીઓને માલની ખરીદી અંગે ઈમ્પુટ ટેક્ષ ક્રેડીટ
મળવાપાત્ર છે.પરંતુ વેટ નોંધણી ન ધરાવતા પેટ્રોલપંપના સંચાલકને ખરીદી અંગે કોઈ
વેરા શાખ મળતી નથી.

જેથી
સ્ટેટ જીએસટી વિભાગની બાજ નજરમાં રાજ્યના સંખ્યાબંધ પેટ્રોલ પંપને પેટ્રોલિયમ કંપનીઓ
દ્વારા વેચાણ કર્યું હોવા છતાં આવા પેટ્રોલ પંપના નોંધણી નંબર રદ કરવામાં આવ્યા
હોવાનું જણાયું હતુ.તદુપરાંત નિયમ મુજબ ચુકવવા પાત્ર થતાં વેરા વિના પેટ્રોલ
ડીઝલનું વેચાણો મળી આવ્યા હતા.જેથી સ્ટેટ જીએસટી વિભાગે રાજ્યના 104 પેટ્રોલ પંપ
પર તપાસ હાથ ધરી હતી.જેમાં અમદાવાદ
,વડોદરા,આણંદ,બનાસકાંઠા,ગોધરા સુરત,વલસાડ, ખેડા,પોરબંદર,રાજકોટ,જામનગર વગેરેનો
સમાવેશ થતો હતો.જે પૈકી સુરતમાં આઠ અને વલસાડના 4 પેટ્રોલ પંપ પર પણ તપાસનો રેલો
આવ્યો હતો.

વેટ
વિભાગની તપાસમાં વેટ રદ થયું હોવા છતાં 104 પૈકી 27 પેટ્રોલ પંપ દ્વારા વેટ નોંધણી
વિના 400 કરોડના વેચાણો કર્યા છે.જે પૈકી પલસાણાના કેસરી નંદલ પેટ્રોલિયમે વેટ
નોંધણી કરાવ્યા વિના રાજયમાં સૌથી વધુ 65.48  કરોડના વેચાણ કર્યું છે.જ્યારે અટક પારડી વલસાડના મારૃતિભાઈ
પેટ્રોલિયમના 54.89 લાખના વેચાણો મળી આવ્યા છે.જ્યારે અત્યાર સુધીની તપાસની કાર્યવાહીમાં 64 કરોડનો વેટની ચુકવણી કરવામાં આવી ન હોઈ જવાબદાર વેપારીઓની મિલકત કામચલાઉ
ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.હાલમાં 27 પેટ્રોલ પંપ પર તપાસની
કાર્યવાહી ચાલી રહી છે.જેમાં ટેક્ષ કમ્પ્લાયન્સને લગતી મોટી અનિયમિતતાની બહાર
આવવાની સંભાવના સુત્રોએ વ્યક્ત કરી છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s