ડિંડોલી પોલીસ મથકના કોન્સ્ટેબલ પર બુટલેગરના પતિ-બે પુત્ર સહિત ચારનો હુમલો


– લિસ્ટેડ મહિલા બુટલેગરની ચકાસણી માટે ગયેલા

– કોન્સ્ટેબલ ઇ-કોપ એપ્લિકેશનમાં બુટલેગરનો ફોટો અપલોડ કરતો હતો ત્યારે તેનો કોલર પકડી થાપટ મારી દીધી

સુરત, : સુરતના ડિંડોલી હળપતિવાસમાં ગતરાત્રે લિસ્ટેડ મહિલા બુટલેગરની ચકાસણી માટે ગયેલા ડિંડોલી પોલીસ મથકના કોન્સ્ટેબલ પર બુટલેગરના પતિ-બે પુત્ર સહિત ચાર વ્યક્તિએ હુમલો કરી તેનો કોલર પકડી થાપટ મારી ફરજમાં રુકાવટ સર્જતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે શહેરના તમામ પોલીસ સ્ટેશનને તેમના વિસ્તારના લિસ્ટેડ બુટલેગરોની માહિતી સ્થળ પર જઈ એકત્ર કરી તેને ત્યાંથી જ ઈ-કોપ એપ્લિકેશનમાં બુટલેગરના સ્થળ પરના જ ફોટા સાથે અપલોડ કરવા સૂચના આપી છે. તે સંદર્ભે ગતરાત્રે 9.30 કલાકે ડિંડોલી પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ ભરતસિંહ ડિંડોલી બાબા હોસ્પીટલની બાજુમાં નવા હળપતિવાસ મકાન નં.193 માં રહેતી લિસ્ટેડ બુટલેગર મીનાબેન સુરેશભાઇ રાઠોડની તપાસ માટે ગયા હતા. બ્રિજરાજસિંહ મીનાબેનની વિગતો મેળવી તેનો ફોટો ઈ-કોપ એપ્લિકેશનમાં અપલોડ કરતા હતા ત્યારે મીનાબેનનો પતિ સુરેશ કાળીદાસ રાઠોડ ( ઉ.વ.56 ), બે પુત્રો મનીષ ( ઉ.વ.24 )-પિયુષ ( ઉ.વ.22 ) અને ત્યાં જ રહેતા કૈલાશબેન વિપુલભાઇ સોજીત્રા ( ઉ.વ.27 ) તેમની પાસે આવ્યા હતા.

ચારેયે બ્રીજરાજસિંહનો કોલર પકડી થાપટ મારી ગાળો આપી હતી. આ અંગે બ્રીજરાજસિંહે ચારેય વિરુદ્ધ બાદમાં ડિંડોલી પોલીસ મથકમાં ફરજમાં રુકાવટ અંગેનો ગુનો નોંધાવતા પોલીસે તેમની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s