સુરત: મિત્ર પાસેથી બે મહિના માટે ક્રેડિટ કાર્ડ લઈ જઈ રૂ.2 લાખ ઉપાડી પૈસા અને કાર્ડ પરત નહીં કરનાર રત્નકલાકાર અને તેના ભાઈની ધરપકડ


– કતારગામના રત્નકલાકારે બે વર્ષ અગાઉ સાથે કામ કરતા મિત્રને પૈસાની જરૂર હોય કાર્ડ આપ્યો હતો : રત્નકલાકારે પેનલ્ટી પેટે રૂ.22,600 પણ ભરવા પડયા

સુરત,તા.9 ઓગષ્ટ 2021,સોમવાર

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રત્નકલાકારે બે વર્ષ અગાઉ સાથે કામ કરતા મિત્રને પૈસાની જરૂર હોય પૈસા ઉપાડવા માટે પોતાનો ક્રેડિટ કાર્ડ આપ્યો હતો. પરંતુ મિત્રએ બે મહિના માટે ક્રેડિટ કાર્ડ લઈ જઈ રૂ.2 લાખ ઉપાડી પૈસા અને કાર્ડ પરત નહીં કરી બે ભાઈઓ સાથે મળી રત્નકલાકારને જાનથી મારી નાખવાની ધમકી આપતા કતારગામ પોલીસે ગુનો નોંધી કાર્ડ લઈ જનાર મિત્ર અને તેના ભાઈની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બનાસકાંઠાના ધાનેરાના ખીમ્મત ગામના વતની અને સુરતમાં પરિવાર સાથે કતારગામ લલીતા ચોકડી પાસે નીલકંઠ સોસાયટી શેરી નં.1 ઘર નં.49 માં રહેતા 44 વર્ષીય કીર્તીભાઈ ચેહરાભાઈ સુથાર કાપોદ્રા ધામેલીયા હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. ગત 15 જુલાઈ 2019ના રોજ સાથે કામ કરતા મિત્ર સંજય પરસોત્તમભાઈ વેગડ ( ઉ.વ.41, રહે.બી/602, શગુન એવન્યુ, સીતાનગર પાસે, બીઆરટીએસ રોડ, વિક્રમનગરની પાછળ, પુણાગામ, સુરત. મુળ રહે.ગીરગુંદાળા, તા.મેંદડા, જી.જુનાગઢ ) એ કતારગામ બાપા સીતારામ ચોક પાસે મળવા બોલાવી ઘરના કામ માટે પૈસાની જરૂર છે કહી તમારા ખાતામાંથી પૈસા ઉપાડી આપો, ઉપાડેલા તમામ પૈસા અમે ભરી દઈશું તેમ કહ્યું હતું.

આથી કીર્તીભાઈએ પોતાની ક્રેડિટ કાર્ડ તેને બે મહિના માટે આપ્યો હતો. સંજયે તેમાંથી રૂ.2 લાખ તો ઉપાડયા હતા. પરંતુ કાર્ડ કે પૈસા પરત કર્યા નહોતા.સંજયે યોગેશ મિસ્ત્રીના નામનો એક ચેક પણ આપ્યો હતો. જે રિટર્ન થયો હતો. કીર્તીભાઈએ પૈસા અને કાર્ડ માંગતા સંજય અને તેના બે ભાઈઓ કિશોર અને હિતેશે ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી થાય તે કરી લેવા કહ્યું હતું. કાર્ડમાંથી ઉપાડેલી રકમ અંગે બેન્કે પેનલ્ટી ફટકારતા કીર્તીભાઈએ રૂ.22,600 પણ ભરવા પડયા હતા. આ અંગે કીર્તીભાઈએ ગતરોજ ત્રણેય ભાઈઓ વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે સંજય અને તેના ભાઈ હિતેશ ( ઉ.વ.40 ) ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s