સુરતની જાણીતી કોલેજોમાં પ્રવેશ કોણ આપશે? હજી સરકારે નિર્ણય નથી લીધો


– કોરોના
કાળમાં વાલીઓની વધુ એક મુશ્કેલી


– નિર્ણય લેવાના બદલે
સરકારે હજી તો વિગતો મંગાવી
: તા.22 જુલાઇથી
પ્રવેશ પ્રકિયા શરૃ થઇ
, પણ આ કોલેજોનો પ્રશ્ન અધ્ધરતાલ 

     સુરત

કોરોનાકાળમાં
એક પછી એક મુશ્કેલીઓ આવી રહી છે. ત્યારે નર્મદ- સાર્વજનિક યુનિવર્સિટી જ નહીં
, રાજય સરકાર, શિક્ષણ વિભાગે શહેરની જાણીતી કોલેજોમાં કોણ પ્રવેશ ફાળવશે ? તેનું ગાજર લટકાવી રાખતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળતા
વાલીઓ દોડતા થઇ ગયા છે. સાથે જ કહી રહ્યાં 
છે કે
, યુનિવર્સિટીને રાજકારણનો અખાડો નહીં બનાવો.

સુરત શહેરની
જાણીતી કોલેજો એસપીબી
, કે.પી.કોર્મસ, પી.ટી.સાયન્સ, એમ.ટી.બી.
લો કોલેજ સહિત નવ કોલેજોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ લેવાનું એક સ્વપ્ન હોય છે. આ સ્વપ્ન
હાલ ચકનાચૂર થઇ ગયુ છે. કેમ કે આ કોલેજો ખાનગી યુનિવર્સિટી સાથે આવી હોવાથી નર્મદ યુનિવર્સિટી
દ્વારા જોડાણ રદ કરી દેવાયુ છે. જેના કારણે
22 મી જુલાઇથી શરૃ
થયેલી પ્રવેશ પ્રકિયામાં આ કોલેજોનું નામ જ નહીં હોવાથી વિદ્યાર્થીઓ મુશ્કેલી અનુભવી
રહ્યા છે. બીજી તરફ નર્મદ યુનિવર્સિટી કે સાર્વજનિક યુનિવર્સિટી પણ પ્રવેશ પ્રકિયા
શરૃ કરવા તૈયાર નથી. ત્યારે આ વાત રાજય સરકાર અને શિક્ષણ વિભાગમાં પહોંચી હતી. શિક્ષણ
મંત્રીએ યુનિવર્સિટી
, અદ્યાપક મંડળો બધાને સાંભળી લેતા એવી હૈયાધરપત
થઇ હતી કે
, હવે તો સરકાર પ્રવેશ ફાળવવાનો લઇને નિર્ણય કરશે. પરંતુ
આ વાતને પણ
10 દિવસ થવા છતાં સરકારે પણ કોઇ નિર્ણય લીધો નથી.
ઉલ્ટાનું બન્ને યુનિવર્સિટી પાસે કેટલી કોલેજો છે. તેની માહિતી મંગાવી હોવાથી સરકાર
પણ ઢચુપચુ હોવાનું શિક્ષણવિદ્દો જણાવી રહ્યા છે.

આમ
નર્મદ યુનિવર્સિટી દ્વારા પ્રથમ વર્ષમાં પ્રવેશ પ્રકિયા ૨૨મી જુલાઇથી શરૃ કર્યા
બાદ આજે ૧૮ દિવસ થવા છતા કોઇ નિર્ણયો લઇ શક્યા નહીં હોવાથી વિદ્યાર્થીઓ મુશ્કેલી
અનુભવી રહ્યા છે. ખાસ કરીને કોરોનાકાળમાં આવી રહેલી એક પછી એક નવી મુશ્કેલીઓમાં આ
પ્રવેશ પ્રકિયાની મુશ્કેલીએ વાલીઓને દોડતા કરી દીધા છે.

રાજય
સરકાર પાંચ વર્ષના સુશાસનની ઉજવણી કરી રહી છે તો વિદ્યાર્થીનો પ્રશ્ન હલ ના થઇ શકે
?

<

p class=”12News”>કોરોનાકાળમાં
દોડતા થયેલા વાલીઓ પુછી રહ્યા છે કે
,
હાલ રાજય સરકાર પાંચ વર્ષના સુશાસનની રંગેચંગે ઉજવણી કરી રહી છે.
લોકાર્પણો
, ખાતમુહુર્તો ઇ રહ્યા છે. નવી નવી યોજનાઓ અમલમાં
આવી રહી છે. પરંતુ સુરતના વિદ્યાર્થીઓ છેલ્લા
18 દિવસથી
પ્રવેશ વગર ટળવળી રહ્યા છે
, તેનો કોઇ ઉકેલ દેખાતો નથી. શું આ
પ્રશ્ન હલ થઇ શકે તેમ નથી
? આવા વેધક પ્રશ્નો વાલીઓ ઉઠાવી
રહ્યા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s