સિવિલમાં ડોકટરોની હડતાળને પગલે સ્મીમેરમાં દર્દીઓનો ધસારો વધ્યો


– ઇમરજન્સી કેસના દર્દીઓની હાલત કફોડી બની

– દૈનિક ૧૫૦ જેટલા
દર્દી સ્મીમેરમાં વધ્યાઃ ચોથા દિવસે પણ હડતાળ જારી રાખનાર રેસિડેન્ટ ડોકટરોએ
આરોગ્ય કમિશનરની બદલીની માંગ કરી

        સુરત:

રાજ્યભરમાં
બોન્ડના સમયમાં ફેરફાર સહિતના પડતર પ્રશ્નનોના મુદે રેસિડેન્ટ ડોકટરોએ આજે શનિવારે
ચોથા દિવસે હડતાલ યથાવત રાખીને વિરોધ પ્રદર્શન ક્યુ હતુે.સુરતના નવી સિવિલમાં
સારવાર માટે આવતા દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.ે સિવિલમાં ડોકટરોની
હડતાલને લીધે સ્મીમેર હોસ્પિટલમાં
100 થી150 દર્દીઓ વધી ગયા છે.

નવી
સિવિલમાં રેસીડન્ટ ડોકટરોએ શુક્રવારથી 
ટ્રોમા સેન્ટરમાં ઈમર્જન્સી
,
આઇ.સી.યુ  તેમજ કોવીડની સેવા
પણ બંધ કરી દીધી હતી. જેના લીધે સારવાર માટે આવતા દર્દીઓની હાલત કફોડી થઇ ગઇ છે.
કેટલાક દર્દીઓને દાખલ જ કરાતા નથી તેવી ચર્ચા છે. સિવિલ જેડીએના પ્રમુખ ડો.જીગ્નેશ
ગેંગડિયાએ જણાવ્યું હતું કે
, સરકારે માંગણી નહી સ્વીકારાતા
હડતાલ યથાવત રાખી છે. અને આરોગ્ય કમિશ્નરને બદલી કરવાની માંગ ડોકટરો કરી રહ્યા છે.
આવતી કાલે સવારે સિવિલ કેમ્પસમાં ડોકટરો રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કરશે. જયારે
હડતાલના પગલે સ્મીમેર હોસ્પિટલમાં છેલ્લા બે દિવસથી સારવાર લેવા આવતા
100 થી 150 દર્દીઓમાં વધારો થઇ રહ્યો હોવાનું ડોકટરે
કહ્યુ હતુ.

સિવિલના
તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે વિવિધ વિસ્તારમાંથી અત્યાર સુધીમાં૩૨
જેટલા મેડિકલ ઓફિસરોને  ડયુટી પર જોડાઇ ગયા
છે. ડીન
, તબીબી
અધિક્ષક
, સિનિયર ડોકટરો દ્વારા આજે સાંજે રેસીડન્ટ ડોકટરોને હડતાલ
સમેટવા સમજાવાયા હતા. બોન્ડેડ પૈકી
48 ડોકટરોને પોતાની નોકરીના
સ્થળે હાજર થવાનો ઓર્ડર આવ્યા છે અને તેમણે આગામી તા.
10 સુધીમાં
ત્યાં હાજર થવાની સુચના આપવામાં આવી હોવાનુ ડોકટર સુત્રો કહ્યુ હતુ.

 – દર્દીઓની
તકલીફ દુર કરવા આરોગ્ય કમિશ્નરને રજૂઆત

<

p class=”12News”>નવી
સિવિલમાં ચાર દિવસથી રેસીડન્ટ ડોકટરો હડતાલ પર હોવાથી સારવાર માટે આવતા દર્દી
હાલાકી વેઠી રહ્યા છે. દર્દીઓને તકલીફ નહી પડે તે માટે દર્દી સેવા સમિતિ દ્વારા
રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચીવને રજુઆત કરી છ એમ પ્રમુખ સુભાષ ઝાડએ
જણાવ્યું હતું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s