શકદાર મીત કાછડીયાના આગોતરા જામીનના વિરોધમાં સરકારપક્ષની એફીડેવિટ


સુરત

 સચીનના સેઝ યુનિટમાંથી 2800 કેરેટના સિન્થેટીક્સના નામે 28000 કેરેટ ઓરીજીનલ ડાયમંડના એક્સપોર્ટ કરીને સંભવિત હવાલા કૌભાંડની આશંકાની દિશામાં તપાસ જારી છે

સચીનના
સેઝ યુનિટ મે.યુનિવર્સલ જેમ્સના શકદાર સંચાલક મીત કાછડીયાએ કરોડો રૃપિયાના ડાયમંડ મીસ
ડેકલેરેશન કેસમાં કસ્ટમ્સ વિભાગની ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીનની માંગના વિરોધમાં
સરકારપક્ષે આજે એફીડેવિટ રજુ કરતા કોર્ટે વધુ સુનાવણી આગામી તા.10મી ઓગષ્ટ સુધી મુલત્વી
રાખી છે.

સચીન સ્થિત
સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનના પ્લોટ નં.363 તથા 364માં આવેલા મે.યુનિવર્સલ જેમ્સના શકદાર
સંચાલક મીત કનુભાઈ કાછડીયા દ્વારા મીસ ડેકલેરેશન કરીને 27 હજાર કેરેટના સિન્થેટીક્સ
ડાયમંડના જથ્થાની આડમાં 50 હજાર કરોડના રીયલ ડાયમંડના જથ્થો હોંગકોંગ એક્સપોર્ટ કરતા
બે કન્સાઈનમેન્ટને સુરત ડીઆરઆઈએ જપ્ત કર્યા હતા.મે.યુનિવર્સલ જેમ્સના શકદાર સંચાલક
દ્વારા મીસડેકલેરેશન કરીને નિકાસ કરવામાં આવતા ડાયમંડના જથ્થાને કસ્ટમ્સ એક્ટના ભંગ
બદલ જપ્ત કરી વધુ મીત કાછડીયાને તા.3 તથા 15મી જુનના રોજ નિવેદન માટે સમન્સ પાઠવ્યા
હતા.જો કે લાંબા સમય સુધી કસ્ટમસ સમન્સને પગલે નિવેદન માટે હાજર થવાને બદલે શકદાર મીત
કાછડીયાએ સુરત કોર્ટમાં ધરપકડથી બચવા આગોતરા જામીન માટે માંગ કરી છે.

જેની
આજરોજ હાથ ધરાનાર સુનાવણીની મુદત દરમિયાન સ્પેશ્યલ ઈન્ટેલિઝન્સ એન્ડ ઈન્વેસ્ટીગેશન
બ્રાંચના સુપ્રિન્ટેન્ડન્ટ અરવિંદ કુમાર સિંઘે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન
સુખડવાલા મારફતે શકદારના જામીનના વિરોધમાં એફીડેવિટ રજુ કરી હતી.જેમાં જણાવ્યા
મુજબ શકદાર મીત કાછડીયાએ સિન્થેટીક્સ ડાયમંડના નામે રીયલ ડાયમંડ એક્સપોર્ટ કરીને
મીસ ડેકલેરેશન કરીને સરકારી તિજોરીને કરોડો રૃપિયાનો ચુનો લગાડયો છે.શકદારના આવા
આર્થિક ગુનાના લીધે સંભવિત હવાલા કૌભાંડની આશંકા હોઈ હાલમાં આ કેસની તપાસ નાજુક
તબક્કામાં છે.જેથી આગોતરા જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની તથા તપાસ પર
વિપરિત અસર પડે તેવી સંભાવના છે.શકદારે કસ્ટમ્સના એકથી વધુવાર સમન્સ પાઠવવા છતાં
પણ તપાસમાં સહકાર આપવાને બદલે પોતાની જાતને દુર રાખવાની ગુનાઈત વર્તણુંકને ધ્યાને
લઈ શકદારને આગોતરા જામીન રદ કરવા માંગ કરી છે.જેથી કોર્ટે વધુ સુનાવણી આગામી
મંગળવારે હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.

<

p class=”12News”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s