ચાલક દ્વારા વાહન ચોરીના કેસમાં વીમા કંપની પુરો ક્લેઈમ નકારી શકે નહીં


-સુરત

ટ્રક ચોરીમાં વીમા કું.એ વિશ્વાસભંગનો કેસ ગણી ક્લેઇમ નકારતા ગ્રાહક કોર્ટે નોન-સ્ટાન્ડર્ડ ધોરણે 75 ટકા લેખે રૃા.13.50 લાખ ચૂકવવા હુકમ કર્યો

વાહન
ચાલક દ્વારા વાહન ચોરીના કેસોમાં મોટાભાગે વીમા કંપની વિશ્વાસ ભંગનો કેસ ગણી
વીમાદારનો ક્લેઈમ નકારી કાઢે છે. પરંતુ આવા કેસમાં પણ દુષિત કૃત્ય ગણીને કલેઈમની
કુલ રકમના ૭૫ ટકા લેખે નોન-સ્ટાન્ડર્ડ ધોરણે વીમા કંપની ક્લેઈમ ચુકવવા જવાબદાર છે
એવો મહત્વપુર્ણ નિર્દેશ આપી સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ
એ.એમ.દવે તથા સભ્ય રૃપલબેન બારોટે આપ્યો હતો.

સુરતમાં
ટ્રાન્સપોર્ટના વ્યવસાયી ફરિયાદી મહેરાજ શેખે વર્ષ-2013માં ખરીદેલી ટ્રકનો વીમો ધી
ન્યુ ઈન્ડીયા એસ્યોરન્સ કંપની પાસેથી લીધો હતો. ટ્રકની વેલ્યુ 18 લાખ દર્શાવાઇ હતી.
તા.31-5-15ના રોજ ટ્રક ડ્રાઈવરને હજીરા અદાણી પોર્ટ પરથી માટી ભરીને નાંદેડ મહારાષ્ટ્રમાં
શીવ ફર્ટીલાઈઝરમાં ખાલી કર્યા બાદ મોર્ડન ટ્રાન્પોર્ટ વણી જવા સૂચના આપી હતી. પણ માટી
ખાલી કર્યા બાદ બે-ત્રણ દિવસ સુધી ટ્રક કે ડ્રાઇવરનો પત્તો નહી મળતા નાંદેડના સોનખડ
પોલીસમાં ટ્રક ચોરાયાની ફરિયાદ નોંધાવી હતી.

વીમા
કંપની સમક્ષ રૃા.18 લાખનો ક્લેઇમ કર્યો પણ ક્લેઇમ પ્રોસેસમાં 3 વર્ષ વિલંબ કર્યા
બાદ કંપનીએ વાહન માલિક તથા નોકર વચ્ચે થયેલા વિશ્વાસભંગનું કૃત્ય પોલીસીમાં કવર ન
થતું હોવાનું જણાવી ક્લેઇમ નકારી કાઢયો હતો. જેથી ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરાઇ
હતી. સુનાવણીમાં ટ્રક માલિક તરફે શ્રેયશ દેસાઈએ જણાવ્યું હતું કે ડ્રાઈવર દ્વારા
ટ્રક ચોરીના દુષિત કૃત્યનો ક્લેઈમ ફરિયાદીને મળવા 
પાત્ર છે. વીમા કંપનીએ માઈન્ડ એપ્લાય કર્યા વિના મનસ્વી રીતે ક્લેઈમ નકારી
કાઢ્યો છે.

સુનાવણી
બાદ ગ્રાહક કોર્ટે ફરીયાદીને વાર્ષિક 8 ટકાના વ્યાજ સહિત કુલ રૃ.18 લાખની કિંમતમાંથી 25 ટકા રકમ કાપી નોન સ્ટાન્ડર્ડ ધોરણે 75 ટકા લેખે રૃ.13.50 લાખ તથા અરજી ખર્ચ હાલાકી
બદલ રૃ.5 હજાર ચુકવવા હુકમ કર્યો છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s