સુરત જિલ્લા ના અંતરિયાળ વિસ્તારો ના બાળકો માટે શરૂ થઈ હરતી ફરતી શાળા

પ્રતિનિધિ દ્વારા,

કોરોના ના કારણે બાળકો ની શાળાઓ ઓનલાઈન છે. ત્યારે ગામડાઓ માં અંતરિયાળ વિસ્તારો માં રહેતા બાળકો માટે આ પરિસ્થિતિ ઘણી અઘરી બની છે પંરતુ આવા અંતરિયાળ વિસ્તારો માં રહેતાં બાળકો માટે શરૂ થઈ છે હરતી ફરતી સ્કૂલ.આ હરતી ફરતી શાળા એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચી રહી છે, જેઓ શાળા સુધી પહોંચી શકતા નથી. જીહાં સુરત ગ્રામ્ય વિસ્તારોમાં અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા બાળકો કે જેઓ અભ્યાસથી વંચિત છે તેમને અક્ષરજ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુ સાથે શરૂ કરવામાં આવી છે આ પેનડેમીક પાઠશાળા એટલે કે વિદ્યારથ.

અત્યાર સુધી તમે હરતું ફરતું દવાખાનું અને ફરતી લાયબ્રેરી જોઈ હતી, પરંતુ સુરતમાં હરતી ફરતી શાળા પણ ચાલી રહી છે. એક હરતી ફરતી શાળા કે જે કામરેજ તાલુકાના ગામડામાં રહેતા વંચિત જૂથના બાળકોના ઘરે જઈને અક્ષરજ્ઞાન આપશે. આ બસમાં જ બાળકો બેસીને ભણી શકશે. બસમાં કલાસ રૂમના જેવી જ સગવડ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ બસની અંદર એક ક્લાસરૂમમાં હોય તેવી તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓને શાળાની કમીનો અહેસાસ ન થાય.

સુરતના શાળા સંચાલક મંડળના પ્રમુખ ડો.દીપક રાજ્યગુરુએ જણાવ્યું હતું કે આ પ્રયોગ એક સામાજિક ઉત્તરદાયિત્વ છે. ગરીબ અને અભ્યાસથી વંચિત ધો.1 અને 2ના બાળકો કે જે હાલની કોરોનાની પરિસ્થિતિમાં પ્રત્યક્ષ શિક્ષણ મેળવી શક્યા નથી, તેવા બાળકોને તેમના જ ગામમાં આ વિદ્યારથ પહોંચીને 2 કલાક સુધી શિક્ષણ અને સંસ્કૃતિ સાથે જોડી આનંદદાયી પ્રવૃતિઓમાં જોડશે.

 બસની અંદર સ્માર્ટ ટીવી અને રોલપ બોર્ડ પણ રાખવામાં આવ્યું છે. પીવાનું શુદ્ધ પાણી, સેનેટાઈઝર, થર્મલ ગન અને માસ્કની વ્યસ્થા સાથે બાળકોને દફતર પણ આપવામાં આવ્યું છે. જેમાં સ્લેટ પેન,ડ્રોઈંગબુક, પેન્સિલ શાર્પનર, ઈરેઝર, કંપાસ બોક્સ અને વર્ક શીટ આપવામાં આવી છે.

  હાલ કોરોનાના સમયમાં જ્યારે અંતરિયાળ વિસ્તારના બાળકો શાળાએ જઈ શકતા નથી અને તેઓના ગામમાં નેટવર્ક પણ નથી મળતું .તેના કારણે તેઓ ઓનલાઇન પણ ભણી નથી શકતા. આવા સમયે આ વિદ્યારથ બસ તેઓ માટે આશીર્વાદરુપ સાબિત થશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s