માથામાં ઇજાગ્રસ્ત દર્દીને સ્મીમેરે દાખલ કરવાને બદલે સિવિલમાં મોકલી આપ્યો

 

– દોઢ કલાક સારવાર આપ્યા વગર બેસાડી રાખ્યા બાદ અહી
ન્યુરોસર્જન નથી કહી સિવિલમાં ડોક્ટરની હડતાલ હોવા છતાં ત્યાં મોકલી આપ્યો

   સુરત :

નવી
સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટરની હડતાલ હોવાથી સિવિલમાંથી રીફર કરવામાં આવતા દર્દીઓને
સ્મીમેર હોસ્પિટલમા સારવાર અપાઇ રહી છે. પણ 
સ્મીમેરમાં એક ડોકટરે અક્સ્માતમા માથામાં ઇજાગ્રસ્ત દર્દીને દાખલ કરવાને
બદલે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી દીધો હતો.

પ્રાપ્ત
વિગત મુજબ બારડોલીના રામકૃષ્ણ નગરમાં રહતો ૩૪ વર્ષીય સુરેશ રામચંદ પટેલ આજે વહેલી
સવારે પાંડેસરાની મીલમાં નોકરી કરીને બાઇક પર ઘરે જતો હતો ત્યારે કડોદરાના
તાતીથૈયા રોડ પર અકસ્માતમાં માથામાં ઇજા થઇ હતી. ૧૦૮માં સ્મીમેરમાં લવાયા બાદ
ત્યાંથી સિવિલમાં ખસેડાતા વોર્ડમાં દાખલ કરાયો હતો. સુરેશના ભાઇ અને પરિચિત
વ્યકિતએ કહ્યુ કે સુરેશને માથામાંથી લોહી વહેતું હતું છતા સ્મીમેરમાં કોઇ ડોકટરે
જરુરી સારવાર આપી નહોતી. એક દોઢ કલાક એમ જ રાખી મુકયા બાદ અહી ન્યુરો સર્જન ડોકટર
નથી કહીને નવી સિવિલ જવા કહી દીધું હતું. ખાનગી એમ્બ્યુલન્સમાં સિવિલ પહોંચ્યા બાદ
તેને દાખલ કરાયો હતો.

<

p class=”12News”>નોધનીય
છે કે સિવિલમાં રેસીડન્ટ ડોકટરોની હડતાલ હોવાથી સિવિલ તંત્રએ સારવાર માટે સ્મીમેર
હોસ્પિટલની મદદ માંગી છે. બીજી તરફ સ્મીમેરમાંથી દર્દીને ડોકટરોની હડતાલ ચાલે છે
તે નવી સિવિલમાં મોકલી અપાયો હતો.  સ્મીમેર
હોસ્પિટલના ઇન્ચાજ તબીબી અધિક્ષક ડો.ઇલ્યાસ શેખે કહ્યુ કે દર્દીને તેમના પરિચિત વ્યકિત
જાતે  લઇ ગયા તા. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s