બારડોલીમાં ગ્લાસના વેપારીની હત્યા માટે તેના મિત્રએ જ રૃ. 2 લાખમાં સોપારી આપી હતી

-વેપારી નિખીલ પ્રજાપતિએ મિત્ર કેતન ગોંડલીયાની પત્ની સાથે લગ્ન
કર્યા હતા, જેની અદાવતમાં કાવતરૃં ઘડયાની કબુલાત, કેતન સહિત ચારની અટક

બારડોલી

 બારડોલી નજીક નાંદીડા ચાર રસ્તા પાસે ગ્લાસના વેપારીની
છાતીમાં ગોળી મારી હત્યા કરવાના ચકચારી બનાવમાં જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમે ગણતરીના
કલાકોમાં સોપારી આપનાર વેપારીના અંગત મિત્ર, સોપારી લેનાર અને ફાયરિંગ કરનારા ત્રણમાંથી
બે શખ્સને ઝડપી પાડયા છે. મરનાર વેપારીએ મિત્રની પત્ની સાથે જ લગ્ન કર્યા હતા, જેની
અદાવતમાં મિત્રએ બે લાખમાં સોપારી આપી હતી.

બારડોલી હનુમાન ગલીમાં નિખીલ સુધીરભાઈ
પ્રજાપતિ (ઉ.વ.૩૪) પત્ની ચંદન સાથે રહેતો હતો. અને નાંદીડા ચાર રસ્તા ખાતે શ્રીરામ
ગ્લાસ નામની દુકાન ચલાવતો હતો. ગુરૃવારે બપોરે પત્નીને દવાખાને બતાવી ઘરે મુકી બાઈક
ઉપર દુકાને જતો હતો ત્યારે નાંદીડા ચાર રસ્તા નજીક પાછળથી એફઝેડ બાઈક ઉપર આવેલા ત્રણ
શખ્સોએ નજીકથી એક રાઉન્ડ ફાયરીંગ કરી છાતીના ભાગે ગોળી મારી હત્યા કરી પલસાણા તરફ ભાગી
ગયા હતા. આ ચકચારી બનાવમાં બારડોલી પીઆઈ પી.વી. પટેલ અને એલસીબી પીઆઈ બી.કે.ખાચરે એલસીબી-એસઓજીની
અલગ અલગ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજનો અભ્યાસ કરતાં
કડોદરા જુના પોલીસ સ્ટેશન નજીક નહેરના રોડ ઉપર જતા ત્રણેય શખ્સો જોવા મળ્યા હતા. પોલીસે
એફઝેડ બાઈક (નં. જીજે-૧૯- એએન- ૬૭૫૧) શોધી કાઢી જેના પર શંકા વ્યક્ત કરાઇ હતી તે કેતન
ભીખાભાઈ ગોંડલીયા (ઉ.વ.૩૪, રહે સપ્તશૃંગી સોસાયટી, ધામડોદ નાકા, બારડોલી. મૂળ રહે.
ધોરાજી, જી.રાજકોટ)ને એલસીબી ચોકી ઉપર લઈ જઈ સઘન પૂછપરછ કરતાં તે ભાંગી પડયો હતો. કેતન
ગોંડલીયાએ પત્ની ચંદન સાથે અંગત મિત્ર નિખિલને સંબંધ હોવાની જાણ થતાં અવારનવાર ઝઘડો
થતો હતો. બાદમાં ચંદને કેતન સાથે છૂટાછેડા લઇ મરનાર નિખિલની સાથે લગ્ન કરતાં કેતનને
મન દુઃખ થયું હતુ, જે મન દુઃખમાં કેતને નિખિલની હત્યા કરવાનું નક્કી કરી વિશાલ રમેશભાઈ
રાઠોડ (ઉ.વ. ૨૮, રહે વૃંદાવન સોસાયટી, ધામડોદ, તા.બારડોલી મૂળ રહે. વરેલી, તા.પલસાણા,
જી. સુરત)ને વાત કરી વિશાલને રૃ.૨ લાખમાં સોપારી આપી હતી. વિશાલે હિતેશ વિનોદભાઈ સુરેલા
(ઉ.વ.૨૧, રહે. સગુન કોમ્પલેક્ષ, વરેલી, મૂળ રહે અડવાળા, તા.ધોળકા, જી.અમદાવાદ), બાદલ
કિશોરભાઈ રાઠોડ (ઉ.વ.૨૦, રહે અંત્રોલી, ભુરી ફળીયા, તા.પલસાણા) અને સાગર નટવરભાઈ વાંસફોડીયા
(રહે. અંત્રોલી, ભુરી ફળિયા ) ને રૃ.૨ લાખમાં સોપારી આપી હતી અને મિટિંગ કરીને માર્ચ
મહિનામાં રૃ.૧.૫૦ લાખ ચૂકવી દીધા હતા. સોપારી લઈ સાગર, હિતેશ અને બદલે નિખિલની રેકી
કરી ગુરૃવારે છાતીના ભાગે ગોળી ધરબી દીધી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે કેતન, વિશાલ,
હિતેશ અને બાદલને ઝડપી પાડયા હતા. જ્યારે સાગરને રિવોલ્વર સાથે વોન્ટેડ જાહેર કર્યો
છે.

 

નિખીલ પ્રજાપતી ઉપર જાન્યુઆરી માસમાં હાલ વોન્ટેડ
સાગર વાસફોડીયાએ જ હુમલો કર્યો હતો

નિખીલની બે લાખની સોપારીમાં હત્યા
કરવામાં વોન્ટેડ સાગર વાસફોડીયાએ ગત જાન્યુઆરી માસના છેલ્લા અઠવાડિયામાં નિખીલ ઉપર
બે સાગરીતો સાથે ચપ્પુ વડે હુમલો કર્યો હતો. નિખીલે પ્રતિકાર કરી બૂમાબૂમ કરતા સાગર
બંને સાગરીતો સાથે ભાગી ગયો હતો. જે વાત સાગરે પોલીસે પકડેલા હિતેશ સુરેલા અને બાદલ
રાઠોડને કરેલી હોવાની બંનેએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. જે-તે સમયે પોલીસે નિખીલ પર
થયેલા હુમલાને ગંભરતાથી લીધો ન હતો અને તેની અરજીને દફતરે કરી દીધી હતી. હાલ અરજી દફતરે
કરવાના મામલે ડીએસપી ઉષા રાડાએ તપાસ શરૃ કરી છે. જોકે સાગર વાસફોડીયા પકડાશે એટલે પોલીસની
જીવલેણ હુમલો અને લૂંટના પ્રયાસનો ગુનો છુપાવવાનો પર્દાફાશ થશે.

 

સોપારીબાજ કેતન ઘરેથી જ પકડાયો : હત્યા
બાદ તમામ વ્હોટ્સઅપ કોલીંગથી સંપર્કમાં હતા

<

p class=”MsoNormal” style=”margin-bottom:0;margin-bottom:.0001pt;text-align:justify;text-indent:14.15pt;line-height:12.1pt;”>બાઈક સવાર
ત્રણ પૈકી હિતેશ સુરેલાએ બાઈક ઉપર જતાં નિખીલ પ્રજાપતિને છાતીમાં ગોળી મારી દીધી હતી.
બાઈક ઉપર ભાગતા સાગરે ફોન કરીને વિશાલને ફાયરીંગ કર્યું હોવાની જાણ કરી હતી. આ અંગે
વિશાલે સોપારી આપનાર કેતન ગોંડલીયાને ફોન ઉપર જાણ કરી હતી. કેતને ટીવી ઉપર ક્રાઈમ સ્ટોરીઓ
જોઈને સોપારી આપ્યા બાદ ફાયરીંગ થયું હોવાની જાણ થવા છતાં ઘરે આરામ ફરમાવતો હતો. નિખીલના
ભાઈએ શંકા વ્યકત કરતાં જ પોલીસ કેતનના  ઘરે
પહોંચતા તે ઘરેથી જ મળી આવતા પૂછપરછ માટે એલસીબી ઓફિસે લઇ ગયા હતા. નિખીલ પર ફાયરીંગ
કર્યા બાદ તમામ એકબીજા સાથે વોટ્સએપ કોલિંગ ઉપર સતત સંપર્કમાં હતા. જે કડી પોલીસ માટે
મહત્વની બની હતી. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s