101 ફૂટનાં સ્ક્રોલ પેઇન્ટમાં સુરતની વિદ્યાર્થીનીએ આખી રામાયણ કંડારી

-અથ શ્રી રામાયણકથા

-ધો-૯ના વેકેશનમાં રામજન્મથી ચિત્રકથાના શ્રીગણેશ કર્યા અને ધો-12ના વેકેશનમાં રાવણવધ સાથે પુર્ણાહૂતિ

સુરત

સિયારામમય સબ જગ જાનિકરઉ પ્રનામ જોરી જુગ પાનિ” સમગ્ર વિશ્વને જીવન જીવવાની રીત શીખવતો ગ્રંથ એટલે રામાયણ.  તુલસીદાસ કૃત રામ ચરિત માનસને કથાકાર મોરારિબાપુએ દેશ-દુનિયામાં ઘર ઘર અને ઘટ ઘટ સુધી પહોંચાડી. તો નવી તેના અંદાઝથી રામાયણનો પ્રચાર-પ્રસાર કરી રહી છેસુરતમાં એક વિદ્યાર્થીનીએ ૧૦૧ ફૂટના સ્ક્રોલ પેઇન્ટમાં ચિત્ર રૃપે આખી રામાયણ કંડારીને ભારતીય સંસ્કૃતિને ધબકતી રાખી છે. તેમના કાર્યની બે રેકોર્ડબૂકે પણ નોંધ લીધી છે.

સુરતના પાલ વિસ્તારમાં શ્રીપદ અનંતા સોસાયટીમાં રહેતા ચિત્રકાર માતા-પિતાની ૧૭ વર્ષની પુત્રી જાનવી મનોજભાઇ વેકરીયાએ ૧૦૧ ફૂટ લાંબા કાપડ કેનવાસ પર ભારતીય પૌરાણિક કથા રામાયણને ભારતીય લોકશૈલી સ્ક્રોલ પેઇન્ટિંગમાં ચિત્ર સ્વરૃપે કંડારી છે. બાળપણમાં ટીવી પર રામાયણ સીરીયલનો પ્રભાવમોરારિબાપુની કથાશ્રવણરામાયણ આધારિક બૂક વાંચન તથા દાદા-દાદી પાસેથી સાંભળેલા રામાયણના પ્રસંગોથી પ્રેરાઇને તેણે રામાયણને ચિત્ર રૃપે રજૂ કરવાનું નક્કી કર્યુ હતુ. માતા વિભાબેન અને પિતા મનોજભાઇ પણ ઘરે સ્ક્રોલ પેઇન્ટ કરતા હોવાથી તેમની પાસેથી સ્ક્રોલ પેઇન્ટની પ્રેરણા મળી. જાનવીએ વર્ષ-૨૦૧૮માં ધો-૯ના વેકેશનમાં પેઇન્ટિંગ બનાવવાની શરૃઆત કરી હતી. માત્ર વેકેશન પુરતુ દોરતી અને પછી સંભાળીને રાખી દેતી. ૨૦૧૯ના ધો-૧૦ના વેકેશનમાં અને ત્યારબાદ કોરોના આવી જતા વેકેશનનો મોટા ભાગનો ઉપયોગ ચિત્ર દોરવામાં કર્યો અને ૨૦૨૧માં ચિત્ર તૈયાર કર્યુ. રામાયણનાં ૧૫ જેટલા મુખ્ય પ્રસંગોને તેણે પેઇન્ટમાં સમાવ્યા છે. એક રીતે પેઇન્ટ પુરૃ કરતા ત્રણ વર્ષ લાગ્યા પણ કામના દિવસોની ગણતરી પ્રમાણે ૫ થી ૬ મહિના થયા હતા. નેચર ડ્રાય સોલીડ કલરથી જ તેણે આ પેઇન્ટ બનાવ્યુ છે. જાનવીએ કહ્યુ કે મારી ઉંમરના તથા અન્ય ભારતનાં રામાયણના ભવ્ય વારસાને જાણે સાથે લોકશૈલી સ્ક્રોલ પેઇન્ટિંગનો વારસો પણ સચવાય એ હેતુથી આ પેઇન્ટિંગ બનાવ્યુ છે. તેમના આ પેઇન્ટિંગને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ અને એશિયા બુકમાં સ્થાન મળ્યુ છે. ૧૮ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ દ્વારા આ પ્રકારનું પેઇન્ટિંગ રેકોર્ડ છે.

જાનવી સેવાકિય કાર્યો સાથે પણ જોડાયેલી છે

જાનવી એ રામાયણનું જ આદર્શ પાત્ર સીતાજીનું એક નામ છે. જાનવી ચિત્રકારી સાથે સેવાકિય કામો સાથે પણ સંકળાયેલી છે. ડોનેટ ફોર નીડી સંસ્થા થકી તે અને તેના ગૃપ દ્વારા ૫૦૦થી વધુ જરૃરતમંદોને અનાજ-કપડા વગેરેકિટ વિતરણ કરી ચુક્યા છે. તેને ફ્યુચરમાં કોમ્પ્યુટર-કોડિંગ ક્ષેત્રમાં આગળ વધવાની ઇચ્છા છે. જ્યારે શોખના વિષયમાં પેઇન્ટિંગમાં તેને રાધાકૃષ્ણ પર કામ કરવાની ઇચ્છા છે. પેઇન્ટિંગ કરવાથી તેને ફ્રેશનેસ મળતી હોવાનું તેણે કહ્યુ હતુ.

માતા-પિતાએ ત્રણ સ્ક્રોલ પેઇન્ટિંગ બનાવ્યા છે

જાનવીના માતા-પિતા વિભાબેન અને મનોજભાઇ પણ સારા ચિત્રકાર છે. દંપતિ ડિઝાઇનિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. તેમણે બંનેએ ઘણા ચિત્રો બનાવ્યા છે જેમાં ત્રણ સ્ક્રોલ પેઇન્ટમાં સચિત્ર શિક્ષાપત્રી(૧૧૧મીટર)સચિત્ર નિલકંઠચરિત્ર (૫૩ મિટર) અને સચિત્ર ઘનશ્યામ ચરિત્ર(૫૭ મિટર)નો સમાવેશ થાય છે. અને હાલમાં તેઓ  સચિત્ર સ્વામિ નારાયણ ચિત્ર બનાવી રહ્યા છે. 


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s