સુરત: સમિતિના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર બગડવા પાછળનું એક કારણ: શૈક્ષણિક કાર્ય શરૂ થયું ત્યાં શિક્ષકોને વેક્સીનેશનમાં જોડી દીધા


– વેક્સીનેશનમાં જોડાયેલા શિક્ષકોની હાલત કફોડીઃ બુધવારે વેક્સીનેશનમાં રજા પણ સ્કુલે જવાનું રવિવારે સ્કુલે રજા પણ વેક્સીનેસનમાં જવાનું

સુરત,તા.6 ઓગષ્ટ 2021,શુક્રવાર 

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં માંડ ઓન લાઈન શિક્ષણની કામગીરી શરૂથઈ છે ત્યાં અનેક શિક્ષકોને વેક્સીનેશનની કામગીરીમાં જોડી દેવાતાં શિક્ષણમાં વિક્ષેપ પડી રહ્યો છે. આટલું જ નહીં પરંતુ પાલિકા-સમિતિ વચ્ચે સંકલનનો અભાવ હોવાથી વેક્સીનેસનમાં જોડાયેલા શિક્ષકોની હાલત કફોડી થઈ રહી છે.  વેક્સીનેસનમાં જોડાયેલા શિક્ષકોને સંકલનના અભાવના કારણે અઠવાડિયાના તમામ દિવસો ફરજ બજાવવી પડતી હોવાથી શિક્ષકોમાં આક્રોશ વધી રહ્યો છે.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું શિક્ષણનું સ્તર બગડી રહ્યું હોવાની ફરિયાદ છે. આ ફરિયાદ નિવારણ માટે શિક્ષકો ઓન લાઈન શિક્ષણ સાથે સાથે શેરી શિક્ષણ પણ વિદ્યાર્થીઓના ઘર નજીક જઈને આપી રહ્યાં છે. શિક્ષકો શિક્ષણનું સ્તર સુધારવા માટેના અનેક પ્રયાસ કરી રહ્યાં છે પરંતુ સુરત મ્યુનિ. તંત્ર અને શિક્ષણ સમિતિના કેટલાક નિર્ણયના કારણે શિક્ષણનું સ્તર બગડી રહ્યું છે.

હાલ શિક્ષકો ઓન લાઈન અને શેરી શિક્ષણ આપીને વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેના ગેપને દુર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે પરંતુ શિક્ષકોને હાલ વેક્સીનેશનની કામગીરીમાં જોડી દેવામાં આવ્યા છે. સમિતિના અનેક શિક્ષકોને વેક્સીનેશનની કામગીરીમાં જોડી દેવાતા તેઓ ઓન લાઈન કે શેરી શિક્ષણ આપી શકતાં ન હોવાથી વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહે છે. 

જે શિક્ષકોને વેક્સીનેશનની કામગીરીમાં જોડવામા આવ્યા છે તેઓની હાલ સૌથી કફોડી બની રહી છે. સવારે નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી શિક્ષકો વેક્સીનેશન માટેની કાગમીરી કરે છે તે સ્કુલ સમય કરતાં વધુ છે. શિક્ષણના ભોગે વેક્સીનની કામગીરી થઈ રહી છે તેની સાથે કેટલાક અણઘડ નિર્ણયના કારણે શિક્ષકોની મુશ્કેલી વધી રહી છે.

વેક્સીનેશનની કામગીરીમાં બુધવારે રજા જાહેર કરવામાં આવી છે પરંતુ વેક્સીનેશનમાં જોડાયેલા શિક્ષકોને સ્કુલમાં બુધવારે બોલાવવામા આવે છે અને તેઓ સ્કુલમાં બુધવારે ફરજ બજાવવાની હોય છે. તો બીજી તરફ વેક્સીનેશનની કામગીરી રવિવારે ચાલુ હોવાથી શિક્ષકોએ રવિવારે પણ વેક્સીનેશનની કામગીરીમાં જોડાવવું પડે છે. જાહેર રજામાં શિક્ષકોને સ્કુલોમાં રજા હોય છે પરંતુ વેક્સીનેશનની કામગીરી કરવી પડે છે.  પાલિકાના કર્મચારીઓને અઠવાડિક રજા મળે છે પરંતુ શિક્ષણ સમિતિના શિક્ષકોને અઠવાડિક રજા નથી મળતી અને સતત ફરજ બજાવવી પડે છે. સંકલનના અભાવના કારણે વેક્સીનેશનમાં જોડાયેલા શિક્ષકોની હાલત કફોડી થતાં શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s