સુરત: રાજયકક્ષાના મેગા જોબ ફેરમાં મુખ્યમંત્રીએ રાજયના 50 હજાર યુવાનોને રોજગાર નિમણુંકપત્રો એનાયત કર્યા

સુરત,તા.6 ઓગષ્ટ 2021,શુક્રવાર

સુરત સરસાણા સેન્ટર ખાતે ‘રોજગાર દિવસ’ અંતર્ગત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ રાજ્યના યુવાનોને રોજગારી પૂરી પાડવાના ઉદ્દેશ સાથે તમામ જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં 50 જેટલા યુવાનો ને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા.આ સાથે ‘અનુબંધમ્ રોજગાર’ પોર્ટલનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો.

આજે રોજગાર દિવસે મુખ્યમંત્રી દ્વારા યુવાનો ને રોજગારી નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.આ અંગે મુખ્યમંત્રી એ કહયું હતું કે આજે 62 હજાર યુવાનોને નોકરી પ્રાપ્ત થઈ.કોરોનાની વૈશ્વિક અસર થઈ છે..ઘણા લોકો નોકરી વિહોણા થયા છે.ત્યારે ગુજરાત આશાનું કિરણ બન્યું છે.2019માં આપેલ ચૂંટણીના વચનો એક પછી એક પુરા કરી રહ્યા છે.રોજગારી, રામમંદિર, કાશ્મીરમાં 370 કલમ હટાવવી, ખેડૂતોને પોષણક્ષમ ભાવ અપાવ્યા છે.અમે 50 હજારને બદલે 62 હજાર લોકોને રોજગારી આપી.આ લેન્ડ ઓફ અપોર્ચ્યુનીટી છે તકની જમીન છે.અહીં રોજગાર મેળવો.અમે ખોટા સ્લોગન આપતા નથી.

વધુ માં તેમણે જણાવ્યું હતું કે જોબ સિકર નહીં જોબ ગિવર યુવાનો બને.યુવાનોને પ્રોફેશનલ બનાવવા સુવિધાઓ ઉભી કરી.યુવાનો નવા ઉધોગોની જરૂરિયાતને પહોંચી વળે તેના માટે અનેક યોજના શરૂ કરી છે.કોંગ્રેસના શાસનમાં સરકારી નોકરી પર પ્રતિબંધ હતો.જયારે અમે પાંચ વર્ષમાં 2 લાખથી વધુ સરકારી નોકરી આપી..આજે પણ 11 હજાર લોકોને સરકારી નોકરી આપી..2085 રોજગાર મેળા, 17 લાખથી વધુ લોકોને રોજગારી આપી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s