. સિવિલના રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાલના બીજા દિવસે રક્તદાન કરી વિરોધ પ્રદર્શન


– પડતર માંગણીઓને મુદ્દે હડતાલને લીધે દર્દીઓ મુશ્કેલીમાં મુકાયાઃ 44 દર્દીને સ્મીમેરમાં શિફ્ટ કરાયા

        સુરત :

રાજ્યની મેડીકલ કોલેજમાં સિનિયર ડોક્ટરની બોન્ડ સહિતની પડતર
માંગણીના મુદ્દે સુરત નવી સિવિલ હોસ્પિટલ રેસિડેન્ટ ડોક્ટરોએ બીજે દિવસે પણ હડતાલ
યથાવત રાખી છે. ડોકટરોએ રક્તદાન કરી વિરોઘ પ્રદર્શન કર્યું હતું.

પ્રાપ્ત વિગત મુજબ કોરોનાકાળ દરમિયાન બોન્ડમાં છૂટછાટ આપવા
સહિતના પડતર પ્રશ્નોના મુદ્દે બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધી સરકાર તરફથી કોઈ
હકારાત્મક વલણ નહીં દાખવવામાં આવતા જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો પણ બોડન્ડ અને સિનિયર
રેસિડેન્ટ ડોક્ટોરના સમર્થનમાં આવી હડતાળમાં જોડાઈ ગયા હતા. બીજે દિવસે પણ નવી
સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ યથાવત છે. જેને લીધે સિવિલમાં સારવાર
માટે આવતા દર્દીઓએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અમુક દર્દીને દાખલ કરવા માટે
ડોક્ટરો આનાકાની પણ કરતા હતા અને કોઈક દર્દીએ સારવાર માટે સિવિલથી સ્મીમેર
હોસ્પિટલમાં જવુ પડયુ હતુ. આજે સવારે નવી સિવિલ કેન્ટીન ખાતે ડોક્ટર એકત્ર થયા
હતા. અને હમ હમારા હક માંગતે હૈ
, નહિ કિસી સે ભીખહમારી માંગે પુરી કરો. જેવા
સુત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે  સિવિલમાં
જરૃરીયાતમંદ દર્દીઓને મદદરૃપ થવા માટે રક્તદાન કરીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
રક્તદાનમાં ૨૨ યુનિટ રકત એકત્ર થયુ હતુ. 
આવતી કાલે શુક્રવારે સવાર સુધીમાં 
માંગણી નહી સ્વીકારવામાં આવે તો શુક્રવારે સવારથી ઇમરજન્સી
, કોવિડ હોસ્પિટલમાં ફરજ નહી બજાવવાની 
ચિમકી આપી છે.


સિવિલમાં 219 ડોકટરો
ફરજ બજાવી રહ્યા
છે

મેડીકલ કોલેજના ડીન 
ડો.ઋતુંભરા મહેતાએ કહ્યુ કે
255
રેસીડન્ટ ડોકટરો હડતાળ પર છે. જોકે સર્જરીના રેસીડન્ડ ડોકટર સહિત
219 ડોકટરો ફરજ બજાવી રહ્યા છે.મેડીકલ કોલેજના 27 ટયુટર
આજે ફરજ પર હાજર થયા હતા.જયારે
50 જેટલા ડોકટરોની માંગણી કરી
છે.જેથી આવતી કાલે આવવાની શકયતા છે.જયારે હડતાળ અંગે ઓરોગ્ય વિભાગના અધિકારી સાથે
વાતચિત કરી હોવાનું જણાવ્યુ હતુ.


– સિવિલમાંથી સ્મીમેર હોસ્પિટલમાં 44 દર્દી સારવાર માટે મોકલાયા

નવી સિવિલમાં 
રેસીડન્ટ ડોકટરો હડતાળ પર છે.જેથી સિવિલમાં સારવાર માટે આાવતા દર્દીને
તકલીફ નહી પડે તે માટે મેડીકલ લીગલ કેસના
22
જેટલા અને નોન મેડીકલ લીગલ કેસના
22 જેટલા દર્દીઓને સારવાર
માટે સ્મીમેર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હોવાનું સ્મીમેરના ડોકટર સુત્રોએ કહ્યુ
હતુ.
108ને જાણ કરવામાં આવી છે કે ગંભીર હાલતના દર્દીઓ કે
જરૃરી સારવાર માટે દર્દીઓને  સ્મીમેરમાં લઇ
જવા.


– સર્જરી વિભાગના રેસીડન્ટ ડોકટરોએ ઓ.પી.ડી.માં ફરજ બજાવી

પડતર માંગણીના મુદે નવી સિવિલના રેસીડન્ટ ડોકટરો બીજા દિવસે
પણ હડતાળ યથાવત રાખી છે.પણ સિવિલના સર્જરી વિભાગના
40 જેટલા રેસીડન્ટ ડોકટરો આજે દિવસ દરમિયાન હડતાળ પર ગયા ન
હતા.તેમણે સર્જરીની ઓ.પી.ડી
,વોર્ડમાં ફરજ બજાવી હોવાનું
ડોકટરે કહ્યુ હતુ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s