પાંડેસરાના સફારી કોમ્પેલક્ષ સામે પોલીસના દરોડા: એરટેલ અને વીઆઇના પ્રિ-એક્ટીવ સીમકાર્ડ વેચતા બે એજન્ટ ઝડપાયા

– ચાલાકી પૂર્વક બે ઓનલાઇન ફોર્મ ભરી બે સીમકાર્ડ એકટીવ કરતાઃ પુરાવો ન હોય તે ગ્રાહકોને રૂ. 300 માં વેચતા હતા

સુરત
સીમકાર્ડ ખરીદવા આવનાર ગ્રાહકોનું ઓનલાઇન ફોર્મ ભરતી વખતે ચાલાકી પૂર્વક બે ફોર્મ ભરી બે સીમકાર્ડ એક્ટીવ કરી ગ્રાહકને માત્ર એક જ સીમકાર્ડ આપી અને બીજો સીમકાર્ડ જે ગ્રાહકો પાસે આધાર પુરાવા નહીં હોય તેમને 300 રૂપિયામાં વેચાણ કરતા એરટેલ અને વીઆઇ કંપનીના બે એજન્ટને એસઓજીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેર એસઓજીને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે ડમી ગ્રાહકની મદદથી પાંડેસરાની સિધ્ધાર્થ નગર ઝુંપડપટ્ટીની બાજુમાં સફારી કોમ્પ્લેક્ષની સામે છત્રી લઇ સીમકાર્ડ વેચાણ કરતા એરટેલ કંપનીના એજન્ટ અંગદ જયકુમાર ગૌડ (ઉ.વ. 20 રહે. રૂમ નં 813, બ્લોક નં. બી, સુમન સ્મૃતિ આવાસ, સફારી કોમ્પ્લેક્ષની પાછળ, ભેસ્તાન અને મૂળ. ગોલાબજાર, મનીપુર, જિ. ગોરખપુર, યુ.પી) ને ઝડપી પાડી તેની પાસેથી એરટેલ કંપનીના 7 અને વીઆઇ કંપનીના 3 પ્રિ-એક્ટીવ સીમકાર્ડ મળી આવ્યા હતા. પોલીસે હાથ ધરેલી પુછપરછમાં માસિક 10 હજારના પગારે એરટલે કંપનીના એજન્ટ તરીકે નોકરી કરતો અંગદ સીમકાર્ડ ખરીદવા આવનાર ગ્રાહકનું ઓનલાઇન ફોર્મ ભરતી વખતે ફોટો અને આધારકાર્ડ મોબાઇલ એપ્લિકેશનમાં અપલોડ કરતી વખતે ચાલાકી પૂર્વક બે ફોર્મ ભરી બે સીમકાર્ડ એક્ટીવ કરતો હતો.

પરંતુ ગ્રાહકને માત્ર એક જ સીમકાર્ડ આપતો હતો અને બીજો સીમકાર્ડ જે ગ્રાહક પાસે કોઇ પણ પ્રકારના આધાર પુરાવા નહીં હોય તેમને 300 રૂપિયામાં વેચાણ કરતો હતો. આવી જ રીતે તેનો મિત્ર અને વીઆઇ કંપનીના એજન્ટ રૂષીકેશ વિજય બાવિષ્કર (રહે. રૂમ નં. 2, બિલ્ડીંગ નં. 40, ગણેશનગર આવાસ, વડોદ) વીઆઇ કંપનીના સીમકાર્ડ વેચાણ કરતો હતો. એસઓજીએ અંગદ ગૌડ અને રૂષીકેશ બાવિષ્કાર વિરૂધ્ધ ઠગાઇનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s