8 લાખ પરત નહીં આપવા મામાના દીકરાની સોપારી કેસમાં વધુ એક ઝબ્બે


– રૂપિયા પરત આપવાના બહાને અલથાણ બોલાવી રૂ. 1.50 લાખમાં સોપારી આપી હત્યાનો પ્લાન ઘડયો હતો

સુરત
ઉછીના લીધેલા 8 લાખ રૂપિયાની લેતીદેતીના વિવાદમાં પાંડેસરા-અલથાણ ખાડી બ્રિજ પર મામાના દીકરા પર ફોઇના દીકરા દ્વારા ચપ્પુ અને ફટકા વડે હુમલો કરાવી હત્યાના પ્રયાસની ઘટનામાં પાંડેસરા પોલીસે વધુ એકને ઝડપી પાડી પુછપરછ હાથ ધરી છે.

પાંડેસરા ગાંધી કુટીરથી અલથાણ ખાડી બ્રિજ તરફ બાઇક પર જઇ રહેલા લેબર કોન્ટ્રાકટર વિનય સુભાષચંદ્ર તિવારી (ઉ.વ. 32 રહે. પુનીતનગર, પાંડેસરા-બમરોલી રોડ) અને છેલ્લા ત્રણેક વર્ષના સમયગાળા દરમિયાન ટુક્ડે-ટુક્ડે 8 લાખ રૂપિયા સી.એ તરીકે મીલમાં નોકરી કરતો મામાના દીકરા અજય શીવનારાયણ પાંડે (ઉ.વ.3) પાસેથી લીધા હતા. આ રૂપિયા પરત નહીં આપવા પડે તે માટે વિનયે અજયનું કાસળ કઢાવવા સોપારી આપી હતી.
જે અંતર્ગત વિનયે અજયને રૂપિયા આપવાનું કહી બોલાવ્યો હતો અને ચા પીવા જઇએ એમ કહી તેઓ બાઇક પર અલથાણ જઇ રહ્યા હતા ત્યારે ચપ્પુ અને ફટકા વડે હુમલો કરાવ્યો હતો. આ પ્રકરણમાં જે તે વખતે પોલીસે તેની જ સોસાયટીમાં રહેતા જૈનીશ રાકેશ પટેલ ઉપરાંત હુમલો કરનાર વિનય તિવારી, મેહુલ ખોરાના, વિજયકાંત પટેલ, કિરણ મહીરાડે, લવકુશ પાલની ધરપકડ અને એક તરૂણને ડિટેઇન કર્યો હતો. આ પ્રકરણમાં પોલીસે બ્રિજેશ ઉર્ફે છાંગા રાજપાલસીંગ રાજપૂત (ઉ.વ. 23 રહે. કલાકુંજ સોસાયટી, ગોડાદરા અને મૂળ. ફરીયાગામ, જિ. ફિરોઝાબાદ, યુ.પી) નો ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જો મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે વિનયે રૂ. 1.50 લાખમાં બ્રિજેશને સોંપારી આપી હતી. પરંતુ હત્યાના પ્રયાસના ગુનામાં તે પાંડેસરા પોલીસના હાથે ઝડપાઇ જતા તેણે લીધેલી સોપારીનું કામ પૂર્ણ કરવા સાળા જૈનીસને કહ્યું હતું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s