સુરત: આરોગ્ય વિભાગ દ્વારા યોગ અને આયુર્વેદથી ડાયાબિટીસ અને સામાન્ય બીમારી અટકાવવા તાલીમ


– આરોગ્ય વિભાગ દ્વારા આશાવર્કરોને બે દિવસની તાલીમ આપવાનું શરૂ કરાયું

સુરત,તા. 05 ઓગષ્ટ 2021,ગુરૂવાર

સુરત શહેર અને જિલ્લા વિસ્તારમાં યોગ અને આયુર્વેદનો ઉપયોગ કરીને ડાયાબિટીસ સાથે સામાન્ય બીમારીના નિયંત્રણ માટે તાલીમ આપવાનું શરૂ કરાયું છે. સુરત શહેર અને જિલ્લાના આયુર્વેદ દવાખાનામાં આશા વર્કર અને એ.એન.એમ, બહેનોને તાલીમ આપવાનો શરૂ કરાયું છે. આ અંગેની માહિતી લોકો સુધી પહોંચાડીને આયુર્વેદ તથા હોમિયોપેથી દવાથી રોગ અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા આયુષ કચેરી દ્વારા સુરત જિલ્લાના તમામ 24 આયુર્વેદ દવાખાનામાં ડાયાબિટીસ અને અન્ય સામાન્ય રોગ અટકાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરના ચાર અને જિલ્લાના 9 તાલુકા મળી 22 દવાખાનાઓમાં આર્યુવેદ અને યોગ દ્વારા ડાયાબિટીસ તથા સામાન્ય બીમારીને અટકાવવા માટેની તાલીમ શરૂ કરવામાં આવી હતી. પ્રત્યેક દવાખાના દીઠ બે આશાવર્કરોને તાલીમ આપવામાં આવી છે. જેમાં યોગ-પ્રયોગ, સામાન્ય બીમારીઓના ઘરગથ્થુ ઉપચારથી નિયંત્રણ, આયુર્વેદ સ્વસ્થ જીવનશૈલી, ઘરની આસપાસની ઔષધિઓ તથા તેનો ઉપયોગ, ડાયાબિટીસનું નિદાન તથા લક્ષણો, યોગાસન અને પ્રાણાયામ દ્વારા ડાયાબિટીસનું કઈ રીતે નિયંત્રણ કરી શકાય તે મુજબની તાલીમ આપવામાં આવી હતી. આ પ્રકારની તાલીમને કારણે જે લોકોને ડાયાબિટીસની ઓછી અસર છે તેવા લોકોને આયુર્વેદ દવાનો ઉપયોગ કરવા સાથે જીવનશૈલીમાં ફેરફાર કરી વધુ ફાયદા આપી શકાશે. જે લોકો ડાયાબિટીસમાં બોર્ડર લાઈન પર છે તેની સામાન્ય ઉપચાર અને આયુર્વેદ તથા યોગ દ્વારા વધુ સારું રિઝલ્ટ મેળવી શકાય તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. લોકોના ઘરની આસપાસ ઊગતી વનસ્પતિનો ઉપયોગ કરીને તેનો દવા તરીકે ઉપયોગ કરવા માટે પણ માહિતી આપવામાં આવી હતી. આ તાલીમ હેઠળ 450થી વધુ આશા વર્કર બહેનોને તાલીમ આપવામાં આવી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s