વેસુ, અલથાણ, સિટીલાઇટમાં સક્રિય ટોળકીનો વધુ એક શિકાર: બે નેપાળી કામવાળીએ કારખાનેદારના ઘરેથી પણ રૂ. 8.31 લાખની ચોરી કરી

– સિટીલાઇટમાં કાપડ વેપારીના બંઘ ઘરમાંથી રૂ. 6 લાખની ચોરીમાં પકડાયેલી બંને મહિલાનો ઉમરા પોલીસ ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવશે

સુરત
સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતા કાપડ વેપારીના બંધ ઘરને નિશાન બનાવી રૂ. 6 લાખની ચોરીનો કસબ અજમાવનાર નેપાળી કામવાળી બે મહિલાએ વેસુ વીઆઇપી રોડ પર રહેતા યાર્ન કારખાનેદારને ત્યાંથી કામના બહાને ચાલાકી પૂર્વક રૂ. 8.31 લાખની ચોરીનો કસબ અજમાવ્યાનું બહાર આવ્યું છે.
સિટીલાઇટ વિસ્તારમાં રહેતા કાપડ વેપારી સંજય બિનોદ કેજરીવાલ મુંબઇમાં રહેતી પુત્રીની તબિયત અચાનક ખરાબ થઇ જતા તેને મળવા માટે પત્ની અને પુત્ર સાથે જુન મહિનામાં મુંબઇ ગયા હતા. તે દરમિયાન માત્ર બે દિવસ અગાઉ ઘરકામ માટે આવનાર સીતા ઉર્ફે શીતલી રતન વિશ્વકર્મા (ઉ.વ. 40) અને ગરિમા ઉર્ફે તારા બલબહાદુર વિશ્વકર્મા (ઉ.વ. 31 બંને રહે. હાલ 202, ગૌરીશંકર સોસાયટી, પનાસ ગામ અને અમરતલાવડી, કતારગામ અને મૂળ. પથોરીયા-2, જિ. કૈનાલી, નેપાળ) એ બંઘ ઘરને નિશાન બનાવી રોકડ અને દાગીના મળી રૂ. 6 લાખની ચોરીનો કસબ અજમાવ્યો હતો. આ બંને કામવાળી મહિલાએ ગત મે મહિનામાં વેસુ વીઆઇપી રોડ સ્થિત ફ્લોરેન્સ બિલ્ડીંગના ફ્લેટ નં. 902 માં રહેતા યાર્ન કારખાનેદાર તુષાર રજનીકાંત શાહને ત્યાં ગરિમાના કહેવાથી શીતલને કામ માટે રાખી હતી. તે દરમિયાન બપોરના સમયે તુષારના ઘરની કાયમી કામવાળી ટીનાબેનને શીતલે ફ્રીજમાંથી કેરીનો રસ આપ્યો હતો અને આ રસ માત્ર ટીનાબેન માટે જ છે એમ કહ્યું હતું. આ કેરીનો રસ ખાધા બાદ ટીનાને ચક્કર આવવાની સાથે ઉલ્ટી થઇ હતી. જેથી તુષારની માતા નયનાબેન ટીનાને મુકવા તેના ઘરે ગયા હતા.

આ તકનો લાભ લઇ નયનાબેને રસોઇ બનાવતા અગાઉ ડાયમંડ જડીત પેન્ડલ, વીંટી, ચેઇન વિગેરે મળી રૂ. 8.31 લાખના દાગીના વાટકીમાં મુકી તેને ઓવનમાં છુપાવીને મુકવા કહ્યું હતું. આ દાગીના શીતલ તફડાવીને ભાગી ગઇ હતી. ત્યાર બાદ શીતલ અને ગરિમાએ ફોન પણ બંધ કરી દીધો હતો. પોલીસે બંને મહિલાનો ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જો મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s