મોપેડ ચાલક મિત્ર પાછળ જોવા જતા સ્લીપ થઇ ગયા: વેક્સિન લેવા નવસારીથી આવેલા યુવાનનું અકસ્માતમાં મોત, મિત્રને ગંભીર ઇજા

– પાલનપુર કેનાલ રોડ પર મોપેડ સ્લીપ થઇ રેલીંગમાં ભટકાતા ભવ્યકાંત બોરસલીનું મોત, સુરતના મિત્ર કૃષ્ણકાંતની સ્થિતિ ગંભીર

સુરત
વેક્સીન મુકાવા નવસારીથી આવેલા મિત્ર સાથે ગત મોડી રાત્રે ઘરે જતી વેળા પાલનપુર કેનાલ રોડ નજીક માધવપાર્ક રો હાઉસ પાસે મોપેડ સ્લીપ થઇ રોડની બાજુમાં લોખંડની ગ્રીલ સાથે અથડાતા અકસ્માત થયો હતો. જેમાં નવસારીના મિત્રનું ગંભીર ઇજાથી મોત થયું હતું જયારે ચાલક મિત્રને હાથ અને માથામાં ઇજા થતા તેની હાલત ગંભીર છે.
ઉગત કેનાલ રોડ સ્થિત વીર સાવરકર હાઉસીંગ સોસાયટીના સરસ્વતી હાઇટ્સમાં રહેતા અને મોબાઇલ કંપનીમાં ક્લેકશનનું કામ કરતા કૃષ્ણકાંત જગદીશ સોલંકી (ઉ.વ. 37) નો મિત્ર ભવ્યકાંત ભાસ્કર બોરસલી (ઉ.વ. 45 રહે. ગાયત્રી નગર સોસાયટી, ઠક્કર બાપા રોડ, નવસારી) ગત રોજ વેક્સીન મુકાવા સુરત આવ્યો હતો. બપોરે વેક્સીન મુકાવ્યા બાદ બંને મિત્રો સાંજે ફરવા નીકળ્યા હતા અને જમ્યા બાદ રાત્રે આંટો મારવા નીકળ્યા હતા. મોડી રાત સુધી પાલનપુર કેનાલ રોડ નજીકના ગાર્ડન પાસે બેઠા હતા. ત્યાર બાદ તેઓ કૃષ્ણકાંતની મોપેડ નં. જીજે-5 એસજે-0398 પર તેઓ પરત ઘરે જઇ રહ્યા હતા. પાલનપુર કેનાલ નજીક માધવ પાર્ક રો હાઉસ સામેથી તેઓ મોપેડ પર પુર ઝડપે જઇ રહ્યા હતા. ત્યારે મોપેડ હંકારી રહેલો કૃષ્ણકાંત પાછળ જોવા જતા તેણે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા મોપેડ સ્લીપ થઇ રોડની બાજુમાં લોખંડની ગ્રીલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બંનેને ગંભીર ઇજા થતા રાહદારીઓએ તુરંત જ 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા. પરંતુ તબીબોએ ભવ્યકાંતને મૃત જાહેર કર્યો હતો જયારે કૃષ્ણકાંતને હાથ અન માથામાં ઇજા થતા તેની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું. ઘટના અંગે અડાજણ પોલીસે મોપેડ ચાલક કૃષ્ણકાંત વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s