કતારગામના ગજેરા વિદ્યાભવનમાં ધો-8 ના વર્ગો શરૃ કરી દેવાતા વાલીઓનો હંગામો


– બે
દિવસથી વિદ્યાર્થીઓને શિક્ષણ શરૃ કરાયું હતું
, ત્રીજા દિવસે વાલીઓ વિફરતા પોલીસ બોલાવવી
પડીઃ ડીઇઓ તંત્ર પણ દોડયું

– સરકાર નિર્ણય કરે તે પહેલા સંચાલકોએ વિદ્યાર્થીઓને બોલાવી લીધા

           સુરત

રાજય
સરકારના આદેશની ઐસીતેસી કરીને સુરતના કતારગામની ગજેરા વિદ્યાભવન સ્કુલના સંચાલકોએ
ચુપચાપ ધોરણ-
8 ના વર્ગો શરૃ કરી કોવિડ ગાઇડલાઇનનો ભંગ કરાતા પોલીસ અને જિલ્લા
શિક્ષણાધિકારી સહિત તંત્ર દોડતુ થઇ ગયુ છે. વાલીઓએ હંગામો મચાવ્યા બાદ તંત્રને
સમગ્ર બાબતની જાણ થઇ હતી.

કોરોનાના
કેસો ઘટી રહ્યા હોવાથી રાજય સરકાર ધોરણ ૬ થી ૮ ના વર્ગો શરૃ કરવા માટેની તૈયારી
કરી રહી છે. આ તૈયારી પહેલા જ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગજેરા વિદ્યાભવન
સ્કુલના સંચાલકોએ ધોરણ- ૮ના વિદ્યાર્થીઓને સ્કુલે બોલાવીને ભણાવવાનુું શરૃ કરી
દીધુ હતુ. આ વાતને લઇને છેલ્લા ત્રણ દિવસથી વાલીઓમાં ભારે રોષ હતો. અને આજે આ રોષ
સ્કુલ પર ઉતારતા મોટુ ટોળુ ધસી ગયુ હતુ. વાલીઓએ આક્ષેપ કર્યા હતા કે સરકાર જયારે
ધોરણ-૮ ના વર્ગો શરૃ કરવાની ના પાડે છે. તો સ્કુલ સંચાલકો નિયમની ઉપરવટ જઇને શા
માટે ધોરણ-૮ ના વર્ગો શરૃ કર્યા
?

સવારના જ
ગજેરા સ્કુલ પર ભારે હંગામો મચી જતા પોલીસ પણ દોડી ગઇ હતી. અને જિલ્લા શિક્ષણાધિકારીની
ટીમ પણ ત્યાં ધસી જઇને તપાસ આદરી હતી. તો ભારે વિવાદ થતા ધોરણ-૮ ના વર્ગો બંધ કરાવી
દેવાયા હતા. સ્કૂલ સામે કાર્યવાહી કરવા વાલીઓએ માંગણી કરી છે.

સ્કૂલને ડીઇઓની
નોટિસઃ કોઇપણ બહાને વિદ્યાર્થીઓને બોલાવવાના નથી તો કેમ બોલાવ્યા
?

સુરત
જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ દ્વારા સ્કુલમાં તપાસ દરમ્યાન શાળાના આચાર્ય
, શિક્ષકનો નિવેદનો લેવાયા
હતા. જેમાં  એવો બચાવ કરાયો હતો કે અમો એ એસાઇમેન્ટ
લેવા માટે વાલીઓની સંમતી લઇને બોલાવ્યા હતા. ધોરણ-૮ ના વર્ગો શરૃ કર્યા નથી એવુ પણ
જણાવ્યુ હતુ. જોકે
, શિક્ષણાધિકારીએ સ્કૂલ સંચાલકોને નોટિસ ફટકારી
છે. સરકારની ગાઇડલાઇન મુજબ જ્યાં સુધી આદેશ નહી થાય ત્યાં સુધી કોઇ પણ બહાના હેઠળ વિદ્યાર્થીઓને
સ્કૂલમાં વાલીઓની સંમતી લઇને પણ બોલાવવાના નથી. એસાઇન્મેન્ટ માટે પણ વિદ્યાર્થીઓએ આવવાનું
નથી
, વાલીઓએ જ આવવાનું હોય છે. આ ગંભીર બેદરકારી છે તેવી નોંધ
પણ નોટિસ સાથે કરવામાં આવી છે.

અમે તો
એસાઇન્મેન્ટ માટે બોલાવ્યા હતાઃ સંચાલકો

<

p class=”12News”>ગજેરા
સ્કુલના સંચાલકોએ લૂલો બચાવ કર્યો હતો કે
, વાલીઓની સંમતિ લઇને વિદ્યાર્થીઓને
એસાઇમેન્ટ આપવા માટે બોલાવ્યા હતા. શાળામાં કોઇ શિક્ષણકાર્યા ચાલતું નહોતું. ફકત
કલાસમાં બેસાડીને એસાઇન્મેન્ટ અપાયા હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s