ઇન્કમટેક્સ પોર્ટલના ધાંધીયાથી આક્રોશઃ ઇન્ફોસીસ સામે કાયદેસર કાર્યવાહી કરો-સુરત

તમામ કામગીરીનો કોન્ટ્રાક્ટ ઈન્ફોસીસને આપ્યા બાદ ચાર મહીના પછી પણ કરદાતાઓ રીટર્ન ભરી શકાતા નથી

ઈન્કમ
ટેક્સ પોર્ટલના ધાંધિયાના લીધે છેલ્લાં ચાર મહીનાથી રીટર્ન ભરવામાં પડતી હાલાકીના
મુદ્દે આજે પોર્ટલની કામગીરીનો કોન્ટ્રાક્ટ મેળવનાર ઈન્ફોસીસની સામે કાનુની રાહે
પગલાં ભરવા સુરતના કરદાતા વર્તુળોમાંથી માંગ ઉઠવા પામી છે.

ગઈ
તા.1લી એપ્રિલથી હિસાબી વર્ષ-2020-2021ના રીટર્ન ભરવાની શરૃઆત થાય છે.જે માટે
કેન્દ્ર સરકાર દ્વારા માર્ચ મહીનામાં નં.1 થી 7ના તમામ રીટર્ન બહાર પાડવા સાથે આ
ઈન્કમ ટેક્ષ પોર્ટલ પરની તમામ કામગીરીનો કોન્ટ્રાક્ટ ઈન્ફોસીસને આપી દીધો હતો.જો
કે ઈન્ફોસીસને તા.૭મી જુનથી પોર્ટલ ચાલુ કરવાનો વાયદો કર્યા બાદ આજ ચાર-ચાર મહીના
વીતવા છતાં કરદાતાઓના રીટર્ન ભરી શકાતા નથી.તદુપરાંત નજીકના ભવિષ્યમાં રીટર્ન ભરી
શકાશે કે તેમ તે અંગે કોઈ ખાતરી આપનાર પણ કોઈ નથી.

ખાસ
કરીને પગારદાર
,વ્યવસાયી,નાના મોટા ધંધાર્થીઓ સહિત તમામ કરદાતાઓ
રીટર્ન ભરવા માંગે છે.પરંતુ ઈન્કમ ટેક્ષ પોર્ટલના ધાંધિયાના લીધે કરદાતા વર્ગમાં
હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.આ તમામ કરદાતાઓને મહીને એક ટકા લેખે વ્યાજનો ચાંદલો
પણ લાગી રહેવાની સાથે પોર્ટર પર ૫ હજારની પેનલ્ટીનો મેસેજનો પણ મારો ચાલુ થયો છે.

સી.એ.વિરેશ
રૃદલાલે સુરતના કરદાતા વર્ગને વેઠવી પડતી હાલાકીના મામલે કેન્દ્રીય નાણાંમંત્રીને લેખિત
રજુઆત કરીને ઈન્કમ ટેક્ષ પોર્ટલના ધાંધિયા માટે જવાબદાર ઈન્ફોસીસની સામે કાયદેસરના
પગલાં ભરવાની માંગ કરી છે.અત્રે નોંધનીય છે કે પોર્ટલના ધાંધિયાને લીધે રી-ઓપનીંગના
કેસો
,વિવાદ
સે વિશ્વાસ તક સ્કીમ પણ અટકી ગઈ છે.આકારણી વર્ષ-2020-2021ના કેસો સ્ક્રુટીનીમાં લેવાની
મુદત આ વર્ષથી તા.30 સપ્ટેમ્બરથી ઘટાડીને 30 જુન કરવામાં આવી છે.પરંતુ કરદાતાઓને ખબર
જ નથી કે તેમના કેસો  સ્ક્રુટીનીમાં છે.નવા
કરદાતાઓ
,નવી કંપનીઓની નોધણી થતી નથી.તદુપરાંત સૌથી અગત્યની બાબત
એ છે કે   જે કરદાતાના કેસો ઓડીટમાં છે તેમના
ઓડીટ રિપોર્ટ અપલોડ જ થતાં નથી.પોર્ટલ પર અઠવાડીયામાં રીફંડ મળવાના વાયદા વચ્ચે કરદાતાઓને
આજ સુધી રીફંડ ન મળ્યું હોવાની ફરિયાદો વ્યાપક સ્તરે ઉઠવા પામી છે.જેથી ઈન્ફોસીસના
કારણે સરકારને નીચા જોણા જેવું થવા સાથે વિશ્વસનીયતા પણ ડગી જતી હોઈ કાયદેસરના પગલાં
ભરવા કરદાતા વર્ગમાંથી માંગ ઉઠવા પામી છે.

<

p class=”12News”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s