સુરત: ગુરૂવારે લિંબાયત અને વરાછાના અનેક વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાશે


– મગોબ ખાતેની પાણીની લાઈનમાં વાલ્વ અને લાઈન બદલવાની કામગીરી હાથ ધરવામાં આવશે

સુરત,તા 04 ઓગષ્ટ 2021,બુધવાર

સુરત મહાનગરપાલિકાના પાણી પુરવઠાની નેટવર્કને વધુ સઘન બનાવવા ની કામગીરી દરમિયાન આવતીકાલ ગુરૂવારે નગરપાલિકાના લિંબાયત અને વરાછા ઝોનના અનેક વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાઇ જશે. જેના કારણે આ વિસ્તારના લોકોને પાણી પુરવઠો કરકસરથી વાપરવા માટે મહાનગરપાલિકાએ અપીલ કરી છે. 

સુરત મહાનગર પાલિકાના હદવિસ્તરણ બાદ નવા વિસ્તારને પાણી પુરવઠો આપવા માટેની કવાયત ચાલી રહી છે. જેમાં વરાછા ઝોનના મગોબ વિસ્તારમાં તૈયાર પાણીની લાઈનમાં વાલ્વ અને પાઇપ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીને કારણે મગોબમાંથી આપવામાં આવતું પાણી બંધ કરવામાં આવશે. જેના કારણે આવતીકાલ ગુરૂવારે લિંબાયત અને વરાછા ઝોનના કેટલાક વિસ્તારમાં પાણી પુરવઠો મળશે નહીં

પુણા વિસ્તારમાં આવેલી ટીપી સ્કીમ નંબર 20 ના પુણા કારગીલચોક તથા અન્ય વિસ્તાર,. ભૈયા નગર પુણાગામ, લક્ષ્મી નગર, સીતાનગરથી વનમાળી જંકશન વિસ્તારમાં આવેલી સોસાયટીઓ માં પાણી પુરવઠો અવરોધાશે. પુણા ગામ તળ, માતૃશક્તિ, નંદનવન, અક્ષરધામ સોસાયટી, નંદનવન સોસાયટી અંજની સોસાયટી, અમર ધામ સોસાયટી , ઓમકાર સોસાયટી તથા આસપાસની સોસાયટીઓ માં પણ પાણી પુરવઠો આવતીકાલે નહીં મળે. આવી જ રીતે રેશમા નગર, શિવાંજલી, દરબાર નગર, અવધૂત સોસાયટી અને મગોબ ગામતળ, શંકર નગર, કૈલાશ નગર, પાર્વતી નગર અને આસપાસની સોસાયટીઓ, મુક્તિધામ સોસાયટી, વિક્રમ નગર, રણુજાધામ સોસાયટી, ઈશ્વર નગર અને આસપાસની સોસાયટીઓમાં પણ ગુરૂવારે પાણી પુરવઠો મળશે નહીં. જેને કારણે આ વિસ્તારના લોકોને પાણી પુરવઠાનો કરકસરથી ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s