રીતિકા ગુપ્તાને ધો-10 માં 100 ટકા રિઝલ્ટ માટે માત્ર બે માર્કસ ખૂટયા

– સી.એ બનવા ઇચ્છતી રીતિકાએ અંગ્રેજી, સંસ્કૃત, મેથેમેટીક્સ, સોશિયલ સાયન્સમાં 100 માંથી 100 માર્કસ મેળવ્યાઃ માત્ર સાયન્સમાં 98 માર્કસ

      સુરત

સીબીએસઇના
આજના ધોરણ-૧૦ ના પરિણામમાં સુરતના વેસુ સ્થિત એસ.ડી.જૈન સ્કુલની વિદ્યાર્થીની રીતિકા
ગુપ્તા માત્ર બે માર્કસ માટે જ ૧૦૦ ટકા પરિણામની ગાડી ચૂકી ગઇ હતી. આ વિદ્યાર્થીનીના
સાયન્સ વિષયમાં જ માત્ર બે માર્કસ કપાતા ૫૦૦ માંથી ૪૯૮ માર્કસ સાથે ૯૯.૬૦ ટકા સાથે
સુરતમાં ફસ્ટ હોવાનો દાવો કરાયો છે. તેને માત્ર એક વિષયમાં જ ૯૮ માર્કસ મળ્યા છે.

સુરતની એસ.ડી.જૈન
સ્કુલની વિદ્યાર્થીની રીતિકા ગુપ્તા ૫૦૦ માંથી ૪૯૮ માર્કસ મેળવીને ૯૯.૬૦ ટકા સાથે ઉર્તીણ
થતા સુરતમાં ફસ્ટ આવી હોવાનો દાવો કરાયો હતો. આ વિદ્યાર્થીનીના અગ્રેજી
, ંસંસ્કૃત, મેથેમેટીકસ, સોશીયલ સાયન્સ આ ચાર વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦
માર્કસ અને માત્ર સાયન્સમાં ૧૦૦ માંથી ૯૮ માર્કસ આવ્યા હતા. આમ માત્ર બે માર્કસ માટે
૧૦૦ ટકા પરિણામથી વંચિત રહી ગઇ હતી. રીતિકા હાલ આજ સ્કુલમાં  ધોરણ-૧૧ માં કોર્મસમાં ભણી રહી છે. અને સાથે સાથે
સી.એમાં કારર્કિદી બનાવવાનું પહેલેથી જ નક્કી કર્યુ હતુ. પિતા ટેક્સટાઇલ વેપાર સાથે
સંકળાયેલા છે.

રીતિકાએ
કહ્યું કે
, ઓનલાઇન ભણી હોવા છતા ઓફલાઇન પરીક્ષા લેવાય તો તે માટે પણ પુરેપુરી તૈયારી
કરી હતી. આ માટે છેલ્લા પાંચ વર્ષના પેપરોની ભરપૂર પ્રેકટીસ કરી હતી. તેના સ્કુલ
આચાર્ય ચેતન દાળવાલાના જણાવ્યા મુજબ તેના રિઝલ્ટે સ્કૂલના ભૂતકાળના તમામ રેકોર્ડ
તોડી નાંખ્યા છે.

માસ
પ્રમોશન માટે નિયત પેટર્ન મુજબ વધારે માર્કસ અપલોડ કરવાનું સોફ્ટવેરમાં શક્ય
નહોતું

<

p class=”12News”>સીબીએસઇ
સ્કુલ સંચાલકોએ કહ્યું કે
,
સીબીએસઇ દ્વારા માસ પ્રમોશનનો નિર્ણય લીધા બાદ છેલ્લા ત્રણ વર્ષ ૨૦૧૭,
૨૦૧૮ અને ૨૦૧૯ ના વર્ષમાં વિદ્યાર્થીઓનુ જે બેસ્ટ પરિણામ આવ્યુ હોય તેના
૮૫ ટકા એવરેજ માર્કસ મુકવાનું નક્કી કરાયુ હતુ. આ ઉપરાંત યુનિટ ટેસ્ટના ૧૦
,
છ માસિક પરીક્ષાના ૩૦, પ્રિલીમરીના ૪૦ અને ઇન્ટરનલના
૨૦ મળીને માર્કસની ગણતરી કરીને પરિણામ તૈયાર કરવાનું હતુ. આ પરિણામ તૈયાર કર્યા પછી
સ્કુલ સંચાલકો ઓનલાઇન માર્કસ મુકવામાં ભૂલો કરે તો પણ સોફટવેર સ્વીકારે નહીં તેવી સિસ્ટમ
હોવાથી વધારે માર્કસ મુકવા અશક્ય હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s