પોલીસે કબજે કરેલું મોપેડ મિલેનિયમ માર્કેટની પાછળ મલ્ટીલેવલ પાર્કીંગમાંથી ચોરાઈ ગયું

– બે વર્ષ પહેલા 15 લિટર દેશી દારૂના કેસમાં જપ્ત થયું હતું

– યુવાન કોર્ટમાંથી હુકમ મેળવી વાહન લેવા પહોંચ્યો ત્યારે મોપેડ ગાયબ હતું

સુરત, : સલાબતપુરા પોલીસ મથકના કબજામાં રહેલું મોપેડ ચોરાયાની ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકમાં જ નોંધાઈ છે. સલાબતપુરા પોલીસે બે વર્ષ અગાઉ 15 લિટર દેશી દારૂ મોપેડ પર લઈ જતા શાસ્ત્રીનગરના યુવાનને ઝડપી પાડી કબજે કરેલું મોપેડ મિલેનિયમ માર્કેટની પાછળ મલ્ટીલેવલ પાર્કીંગમાં મૂક્યું હતું. યુવાન કોર્ટમાંથી મુદ્દામાલ પરત કરવાનો હુકમ લઈ આજે મોપેડ લેવા આવ્યો ત્યારે પોલીસે જઈ જોયું તો મોપેડ ગાયબ હતું.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સલાબતપુરા પોલીસે ગત 12 ઓક્ટોબર 2019 ની સવારે મોપેડ ( નં.જીજે-05-એસઈ-5383 ) ઉપર રૂ.600 ની કિંમતના 15 લિટર દેશી દારૂ લઈ જતા તરુણ રમેશભાઈ રાણા ( રહે.શાસ્ત્રીનગર, વ્હાઇટ હાઉસ, એસએમસી કોલોની, માનદરવાજા, સુરત ) ને ઝડપી પાડી મોપેડ, દારૂ અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.43,600 નો મુદ્દામાલ કબ્જે કરી દારૂ આપનાર ભીમરાડના હિતેશ પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે પંચનામું કરી બાદમાં કબજે કરેલું રૂ.35 હજારની કિંમતનું મોપેડ રીંગરોડ મિલેનિયમ માર્કેટની પાછળ મલ્ટીલેવલ પાર્કીંગમાં પાછળના ભાગે અન્ય 300 થી 400 ટુ વ્હીલર સાથે મૂક્યું હતું અને તેની ચાવી ક્રાઈમ રાઈટર હેડ તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિનયભાઈ વસાવાને આપતા તેમણે તિજોરીમાં મૂકી હતી.

દરમિયાન, તરુણે મુદ્દામાલ છોડાવવા કોર્ટમાં અરજી કરતા કોર્ટે મુદ્દામાલ પરત કરવા હુકમ કર્યો હતો. આથી આજે બપોરે તરુણ કોર્ટનો હુકમ લઈ મોપેડ છોડાવવા ક્રાઈમ રાઈટર હેડ વિનયભાઈને મળતા વિનયભાઈ તિજોરીમાંથી ચાવી કાઢી તેની સાથે મલ્ટીલેવલ પાર્કીંગમાં મોપેડ લેવા ગયા તો ત્યાં મોપેડ નહોતું. મોપેડની ચોરી થઈ હોવાનું સ્પષ્ટ થતા ક્રાઈમ રાઈટર હેડ વિનયભાઈએ સલાબતપુરા પોલીસ મથકમાં જ અજાણ્યા વિરુદ્ધ લોક તોડી કે ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી પોલીસ કબજાનું મોપેડ ચોર્યાની ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s