પોલીસની નિષ્ક્રિયતાથી સિવિલનો પોસ્ટમોર્ટમ રૃમ મૃતદેહોથી ઉભરાયો

– જેનું કોઇ નથી તેવા 12 મૃતદેહોને અંતિમક્રિયા માટે જે તે સંસ્થાઓને સોંપાયા નથીઃ નોન એમએલસી
કિસ્સાના પણ ત્રણ મૃતદેહ પડયા છે

   સુરત :

નવી
સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ થયેલા૧૨ જેટલા વ્યકિતોના મૃતદેહનો વિવિધ પોલીસ
મથકના અમુક પોલીસ દ્વારા સમય પરઅંતિમ ક્રિયા કે વિધી માટે સોપવાની ફુરસદ મળતી નથી.
જેના કારણે સિવિલનો પોસ્ટમોર્ટમ રૃમ ઉભરાઈ ગયો છે.

સુરત શહેરના
વિવિધ વિસ્તારોમાં માર્ગ અકસ્માત
,
પડી જવા, કરંટ, દાઝી જવા
વગેરે મોતના બનાવમાં  મોતનું કારણ જાણવા તથા
આપઘાત તથા હત્યા સહિતના અકસ્મિક મોતમાં મેડિકલ લીગલ કેસમાં (એમ.એલ.સી) મૃતદેહને વિવિધ
પોલીસ મથકના પોલીસ દ્વારા સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં
આવે છે. જે મૃતકના પરિવારજનો કે સંબંધીઓ હોય તેઓ મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ  તે જ  દિવસે  અંતિમક્રિયા માટે લઇ જાય છે. પણ જેનું કાઇ નથી એવા
અજાણ્યા મૃતદેહને તેમની ઓળખ થાય તે માટે ચાર થી સાત દિવસ પોસ્ટમોર્ટમ રૃમમાં રાખવામાં
આવે છે.

નવી
સિવિલમાં છેલ્લા ૧૦ થી ૧૫ દિવસમાં જેનું કોઇ નથી એવા ૧૨ જેટલા વ્યકિતના વિવિધ
પોલીસ મથકની પોલીસ દ્વારા પી.એમ. કરાવાયા છે. જેમાં કેટલાક પોલીસકર્મીઓએ હજુ સુધી
મૃતદેહને અંતિમક્રિયા માટે સોંપવાની કામગીરી કરી નથી.  જેનેે કારણે સિવિલનો પોસ્ટમોર્ટમ રૃમ મૃતદેહથી  ઉભરાઇ રહ્યો છે. સિવિલના ડોકટરે કહ્યુ કે જે તે
પોલીસ મથકના પોલીસને  મૃતદેહને અંતિમ
ક્રિયા માટે લઇ જઇને જે તે સંસ્થાને સોપવા અંગે જાણ કરાશે. જયારે સિવિલમાં નોન
એમ.એલ.સી કેસના મૃતદેહનો પણ અંતિમ ક્રિયા માટે સોપવામાં આવશે. હાલમાં આવા બેથી
ત્રણ મૃતદેહ છે.

પોસ્ટમોર્ટમ
દરમિયાન લેવાતા સેમ્પલ પણ અમુક પોલીસ લઇ જતા નથી

<

p class=”12News”>કોઇ
વ્યકિતનું ઝેરી દવા કે કોઇ પ્રદાથ કે કોઇ વસ્તુ પીવાથી મોત થયુ હોય  છે. તે વસ્તુની તે વ્યકિતના શરીરમાં હાજરી છે
કે નહી તે જાણવા માટે પોસ્ટમોર્ટમ કરનાર ડોકટરો દ્વારા કેમિકલના સેમ્પલ લઇને
બરણીમાં ભરીને સીલ કરવામાં આવે છે અને આ સેમ્પલને પરીક્ષણ માટે એફ.એસ.એલમાં
મોકલે  છે.પણ સિવિલના પોસ્ટમોર્ટમ રૃમમાં
વિવિધ પોલીસ મથકના મૃતદેહના સેમ્પલ ડોકટરોએ લીધા છે પણ અમુક પોલીસકર્મી સિવિલથી આ
સેમ્પલ પણ લેવા આવતા નથી. સવિલના અધિકારીએ પોલીસ અધિકારીને આ અંગે જાણ પણ કરી હતી.બાદમાં
અમુક પોલીસકર્મીઓ સેમ્પલ લઇ ગયા હતા અને અમુક એ પછી પણ નથી લઇ ગયા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s