સુરત: પરિણીત યુવતી સાથે પ્રેમમા આંધળા બનેલા 16 વર્ષના તરૂણનો ફાસો ખાઈ આપઘાત


– પ્રેમ પ્રકરણ અંગે ખબર પડતા માતા પિતાએ તરૂણને સુરત મોકલી આપતા છુટા પડવાના ગમમાં રહેવા લાગ્યો હતો

સુરત,તા.3 ઓગષ્ટ 2021,મંગળવાર

પ્રેમ ખરેખર આંધળો હોય. એ કહેવત એક વાર ફરી સાચી ઠરી છે. સચિન વિસ્તારમાં 16 વર્ષના તરૂણે ગતરોજ ફાસો ખાઈને મોતને વહાલ કરી લેતા પરિવાર શોકમા ગરકાવ થઇ ગયો છે જયારે તરૂણને પોતાન વતન પશ્ચિમ બંગાળમાં પોતાનાથી મોટી ઉંમરની અને પરિણીતા સાથે પ્રેમ હતો. જેથી તેના પરિવારે પ્રેમિકાથી જુદો કરી સુરત ખાતે મોકલ્યા બાદ તરૂણ ટેન્શનમાં રહેતો હોવાથી આ પગલું ભર્યું હતું

સચિન પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ સચિન વિસ્તારના સુડા સેકટરમાં રહેતો 16 વર્ષીય સાકીરૂબ હુસેન જાકીર હુસેન મંડલે સોમવારે સવારે ઘરમાં છતના એંગલ સાથે રૂમાલ બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે મૂળ સાકીરૂબ મૂળ પશ્ચિમ બંગાળના જસઈકાઠી ગામનો વતની હતો અને એક મહિના પહેલા જ સુરતના સચિન સુડા સેક્ટરમાં રહેતા મામાના ઘરે આવ્યો હતો. જોકે વતનમાં પોતાના ગામમાં તેને પોતાનાથી મોટી ઉંમરની અને પરિણીતા સાથે પ્રેમ હતો. જયારે આ અંગે તેના માતા પિતા સહિત પરિવારજનોને ખબર પડી હતી ત્યારે તેઓએ બંનેને છુટા પાડવા માટે સાકીરૂબને સુરતમા રહેતા મામા અને ભાઈ આસિફ પાસે એક મહિના પહેલા મોકલી આપ્યો હતો. તે સચિનની એક કંપનીમાં સિલાઇનું કામ કરતો હતો.

જોકે બીજી બાજુ પ્રેમિકાથી છુટા પડયા બાદ સાકીરૂબનો મન નહીં લાગતો હતો અને પ્રેમિકાથી જુદા થવાના ગમમા રહેવા લાગ્યો હતો. જેથી ટેન્શનમાં આવીને તેને આ પગલું ભર્યું હતું તેના મોતને લીધે તેના પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા છે. તેનો એક ભાઈ છે. આ અંગે સચિન પોલીસે તપાસ શરૂ કરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s