સુરતમાં ચોમાસાના બે મહિનામાં 23.6 ઇંચ વરસાદઃ મોસમનો 41.05 ટકા

– ગત
વર્ષે બે મહિનામાં
39.02 ટકા હતોઃ ચાલુ વર્ષે ઉમરપાડાને બદલે મહુવા તાલુકામાં સૌથીવધુ 31.44 ઇંચ વરસાદ

         સુરત

સુરત
શહેર અને જિલ્લામાં ચોમાસાની ઋતુના બે મહિનામાં મૌસમનો કુલ
23.6  ઇંચ એટલે કે 41.05 ટકા વરસાદ
વરસી ચૂકયો છે. જે ગત વર્ષ કરતા વધુ છે.  આ
વર્ષે ઉમરપાડા તાલુકાના બદલે મહુવામાં સૌથી વધુ
31.44  ઇંચ વરસાદ નોંધાયો છે.

ચોમાસાની
ઋતુની શરૃઆત થાય તે પહેલા જ વાવાઝોડુ ફુંકાયુ હોવા છતા આ વર્ષે વરસાદ મોડો શરૃ
થશે. તેવી આગાહી થઇ હતી. તે આગાહી મુજબ મેઘરાજાની પધરામણી સમયસર થઇ ચૂકી હતી.  ત્યારબાદ ધીમીધારે વરસાદ વરસતા જુન અને જુલાઇ આ
બે મહિનામાં સુરત શહેર અને જિલ્લાના નવ તાલુકા મળીને કુલ્લે
5910 મિ.મિ અને સરેરાશ 23.6 ઇંચ વરસાદી પાણી પડયુ છે. જેમાં સૌથી વધુ વરસાદ મહુવા તાલુકામાં 31.44 ઇંચ અને સૌથી ઓછો વરસાદ માંડવી તાલુકામાં 13.52 ઇંચ
નોંધાયો હતો.


વરસાદની સાથે જ અત્યાર સુધીમાં સુરત જિલ્લાનો મોસમનો કુલ
41.05 ટકા વરસાદ નોંધાયો
છે. જેમાં ગત વર્ષ
2020 માં જુલાઇ મહિના સુધીમાં 39.02 ટકા વરસાદ નોંધાયો હતો. અને આ વર્ષે બે ટકા વરસાદ વધુ વરસ્યો હોવાથી
ચોમાસાની ઋતુના બાકીના બે મહિનો સારો વરસાદ થાય તેવી ખેડુતોને આશા છે.

છેલ્લા પાંચ
વર્ષનો વરસાદ

વર્ષ      ઇંચ    ટકાવારી

2016   18.92   34.44

2017   34.32   62.86

2018   39.00   70.21

2019   31.68   58.14

2020   21.84   39.02

2021   23.06   41.05

સુરત જિલ્લામાં
આ વર્ષે આગાહી મુજબ જુલાઇમાં
7
વર્ષમાં સૌથીઓછો 11.28 ઇંચ વરસાદ

ટાઉટે
વાવાઝોડાના કારણે હવામાન અભ્યાસુઓએ જુલાઇ-૨૦૨૧ માં સૌથી ઓછો વરસાદ વરસશે તેવી
આગાહી કરાઇ હતી. આ આગાહીના પગલે છેલ્લા સાત વર્ષમાં જુલાઇ મહિનામાં સૌથી ઓછો ૧૧.૨૮
ઇંચ વરસાદ નોંધાયો છે.

ચોમાસાની
ઋતુની શરૃઆત બાદ આ વર્ષે જુલાઇ મહિનામાં ઓછો વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી
કરાઇ હતી.આ આગાહી વચ્ચે સુરત શહેર અને જિલ્લાના નવ તાલુકામાં ફકત જુલાઇ મહિનામાં
સરેરાશ
11.28 ઇંચ જ વરસાદ નોંધાયો છે. આ વરસાદ છેલ્લા સાત વર્ષમાં જુલાઇ મહિનામાં
નોંધાયેલ વરસાદમાં સૌથી ઓછો વરસાદ હોવાથી હવામાન વિભાગની આગાહી સાચી પડી છે.

છેલ્લા સાત
વર્ષનો જુલાઇ મહિનાનો વરસાદ

વર્ષ     વરસાદ (ઇંચ)

2015       14.16

2016       16.44

2017       22.20

2018       32.20

2019       22.28

2020       15.80

<

p class=”12News” style=”margin:0 14.15pt .0001pt;”>2021       11.28

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s