પોર્નસાઈટ પર બિભત્સ વિડીયો અપલોડ કરનારના ટ્રાન્ઝીસ્ટ આગોતરા જામીન રદ


-સુરત

રેરેસ્ટ ઓફ રેર કેસમાં માત્ર બદઇરાદાથી થયેલી ફરિયાદમાં સબંધિત અદાલતનો આરોપી સંપર્ક સાધી શકે તે હેતુ આવા જામીનનો છેઃ કોર્ટ

યુવતિ
સાથેના રીલેશનશીપ દરમિયાન અંગત પળોનો વીડીયો પોર્નસાઈટ પર અપલોડ કરવાના કેસમાં
મહારાષ્ટ્રના પુણે યરવડા પોલીસમાં નોંધાયેલા આઈ.ટી. એક્ટના ભંગના ગુનામાં સુરતના
આરોપીના ટ્રાન્ઝીસ્ટ આગોતરા જામીનની માંગને એડીશ્નલ  સેશન્સ જજ અનિલ આર.મલિકે હકુમતનો બાધ નડતો
હોવાનો નિર્દેશ આપી નકારી કાઢી છે.

રાંદેર
તાડવાડી સ્થિત સાંઈ આશિષ સોસાયટીમાં રહેતા 26 વર્ષીય આરોપી વિવેક ચંદ્રકાંત સુરતી
વિરુધ્ધ મહારાષ્ટ્ર પુણેના યરવડા પોલીસ મથકમાં ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટના ભંગ
અંગે ગુનો નોંધાયો હતો. આરોપીએ પુનામાં રહેતી યુવતિ સાથે રીલેશન શીપ દરમિયાન અંગત
પળોનો વીડીયો પોર્ન સાઈટ પર અપલોડ કર્યાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો. જેથી પુણે
પોલીસ ધરપકડ કરે તેવી દહેશતથી સુરતની સેશન્સ કોર્ટમાં ટ્રાન્ઝીસ્ટ આગોતરા જામીન
માંગ્યા હતા.

અરજીમાં
આરોપીએ જણાવ્યું હતું કે
,
પોતે આવો કોઇ વિડીયો અપલોડ કર્યો નથી પણ પોલીસ ખોટી રીતે ધરપકડ કરે
તેવી દહેશત વ્યકત કરી હતી. સમાજમાં ઉંડા મૂળિયા હોવા ઉપરાંત કોઈ ગુનાઈત ભૂતકાળ
નથી. ભોગ બનનાર કે પોલીસ પાસે આ અંગેનો પુરાવો નથી. તદુપરાંત બંને પક્ષકારો વચ્ચે
સમાધાન કરવા માટે સક્ષમ અદાલતમાં જવા માટે સમય મળે તે જરૃરી છે. જેના વિરોધમાં
એપીપી રાજેશ ડોબરીયાએ જણાવ્યું હતું કે આરોપી સામે ગંભીર ગુનાના આક્ષેપો  છે. સમગ્ર બનાવ
, ફરિયાદ
મહારાષ્ટ્ર પુનામાં હોઈ અત્રેની કોર્ટને આ અરજીને ગુણદોષ પર નિકાલ કરવામાં હકુમતનો
બાધ નડે તેમ છે. જેથી કોર્ટે આરોપીની અરજી નકારી જણાવ્યું હતું કે
, ટ્રાન્ઝીસ્ટ આગોતરા જામીનનો હેતુ રેરેસ્ટ ઓફ રેર  કેસમાં માત્ર ફરિયાદ બદહેતુથી કરવામાં આવી હોય
તો સંબંધિત અદાલતનો આરોપી સંપર્ક સાધી શકે તેનો છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s