પાલ કોટન મંડળીની ચૂંટણીમાં ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ સહિત પેનલનો સફાયો

– 20 વર્ષથી પ્રમુખપદે ચૂંટાતા જયેશ પટેલ (પાલ)નો 79 મતે
પરાજયઃ નરેશ પટેલ (ભેંસાણ) આખી પેનલ સાથે વિજેતા

    સુરત

જહાંગીરપુરા
સ્થિત પાલ કોટન મંડળીના પ્રમુખ અને વ્યવસ્થાપક સભ્યોની યોજાયેલી ચૂંટણીમાં છેલ્લા
20 વર્ષથી પ્રમુખપદે
ચૂંટાતા આવતા ગુજરાત ખેડુત સમાજના પ્રમુખ જયેશ પટેલ(પાલ)નો ૭૯ મતે અને આખી પેનલનો
સફાયો થતા કરારી હારનો સામનો કરવો પડયો હતો. પ્રમુખ પદે નરેશ પટેલનો ભવ્ય વિજય થયો
હતો.

પાલ
કોટન મંડળીના પ્રમુખ અને
13 વ્યવસ્થાપક સભ્યોની યોજાયેલી ચૂંટણીમાં 65 ટકા મતદાન
થયા બાદ હાથ ધરાયેલી મતગણતરીની પ્રકિયા મધરાતે એક વાગ્યા સુધી ચાલી હતી. શરૃઆતના
પાંચ બુથમાં જયેશ પટેલે લીડ મેળવી હતી.ત્યારબાદ નરેશ પટેલ (ભેંસાણ) લીડ મેળવવાની
શરૃઆત કરી હતી તે છેલ્લે સુધી જયેશ પટેલ લીડ કાપી શક્યા ના હતા. પરિણામ જાહેર થતા
નરેશ પટેલને
1717 અને જયેશ પટેલને 1638
મતો મળ્યા હતા. માત્ર નરેશ પટેલ જ નહીં તેમની આખેઆખી પેનલ જીતી ગઇ હતી. જયેશ પટેલ
છેલ્લા
20 વર્ષથી પ્રમુખ પદે ચૂંટાઇ આવતા હતા. અને પાલ કોટન
પરથી જ તેમનું જયેશ પાલ નામ પડયુ હતુ. પરંતુ આ
20 વર્ષના
સામ્રાજયનો અંત આવ્યો હતો. ખેડુત સમાજના આગેવાની હાર થતા એક તરફ નિરાશાનો માહોલ
હતો તો બીજી તરફ આતશબાજી સાથે વિજેતા પેનલે વિજયોત્સવ મનાવ્યો હતો.

ખેડૂતોના
હકના રૃા .
22 કરોડ ગમે તે રીતે મેળવાશેઃ નરેશ પટેલ

<

p class=”12News”>પાલ
કોટન મંડળીના 22 કરોડ વેપારીઓ પાસે લેવાના બાકી છે. જે વેપારી પૈસા ચૂકવતો નથી
તેની સામે ધરણાં અને જરુર પડે તો પોલીસ ફરિયાદ કરી ખેડૂતોના હકના નાણાં મેળવાશે એમ
નરેશ પટેલે જણાવ્યું હતું. નાના ખેડતોને મંડળીની ઓફિસમાં રૃા.
5 હજાર લેવા માટે
લાઇનમાં ઉભું રહેવું પડે છે તે દુર કરીને ઝડપથી રૃપિયા મળે તે દિશામાં કામ કરાશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s