ડાયમંડ ઓવરવેલ્યુએશન કેસમાં મીત કાછડીયાએ આગોતરા જામીન માંગ્યા– સુરત,

લેબગ્રોનના નામે હોંગકોંગ રવાના થતા કન્સાઇનમેન્ટમાં રીયલ ડાયમંડ હતાઃ DRI રૃા.60 કરોડ વેલ્યુ માની કાર્યવાહી કરી હતી

સચીનના
એસઈઝેડ યુનિટમાંથી સુરત ડીઆરઆઈએ ઝડપેલા ડાયમંડ ઓવરવેલ્યુએશન કેસમાં મે.યુનિવર્સલ જેમ્સના
શકદાર સંચાલક મીત કાછડીયાએ ધરપકડથી બચવા આગોતરા જામીન માંગતા કોર્ટે સુનાવણી આગામી
તા.4મી ઓગષ્ટના રોજ હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.

સુરત ડીઆરઆઈની
ટીમે દ્વારા ગઈ તા.29 મે-2021 દરમિયાન સચીનના એસઈઝેડ યુનિટ મે.યુનિવર્સલ જેમ્સના હોંગકોંગ
રવાના થઈ રહેલા 27 હજાર કેરેટ લેબગ્રોન ડાયમંડના બે  કન્સાઈન્મેન્ટની તપાસ હાથ ધરી હતી. તેમાંથી 50 હજાર
કેરેટ રીયલ ડાયમંડનો જથ્થો મળ્યો હતો. પ્રારંભિક તપાસમાં બજારકિંમત રૃા. 60 કરોડ માનીને
વેલ્યુએશનની કાર્યવાહી હાથ ધરી હતી. આ પ્રકરણમાં 
સચીનના સેઝ યુનિટ મે.યુનિવર્સલ જેમ્સના સંચાલક મીત કાછડીયા (રે.કૃષ્ણનગર સોસાયટી
, લંબે હનુમાન રોડ) દ્વારા  લેબગ્રોન ડાયમંડ ઈમ્પોર્ટ કરીને નેચરલ ડાયમંડ એક્સપોર્ટ
કરીને કસ્ટમ  એક્ટના ભંગ કર્યો હોવાનું બહાર
આવ્યું હતુ. જેથી ટીમે સેઝમાં યુનિટમાં તપાસ કરીને રફ ડાયમંડનો જથ્થો જપ્ત કર્યો હતો.

અલબત્ત
મીત કાછડીયા  ડીઆરઆઈના એકથી વધુ સમન્સ છતા
હાજર થયા નહોતા. અને હવે શકદાર મીતે ધરપકડથી બચવા આગોદરા જામીન માંગ્યા છે.
કોવિડ-19ની સેકન્ડ લહેર દરમિયાન પરિવારના સભ્યોમાં કોરાના સંક્રમિત હોવાથી નિવેદન
માટે હાજર થઇ શકાયું નહોતું તેવા બચાવ લેવાયો છે. વધુમાં શકદારની ગેરહાજરીમાં
ડાયમંડ કન્સાઈમેન્ટ સીલ કરવા તથા સેઝ યુનિટની પ્રિમાઈસીસ પર પંચનામા કરી એકતરફી
કાર્યવાહીની કાયદેસરતા અંગે સવાલ ઉઠાવ્યો છે. કોર્ટે અરજીની સુનાવણી તા.4 ઓગસ્ટે
હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s