સુરત: ડુમસ બીચ પર માસ્ક વગર ગરબા રમતા યુવાઓનો વિડીયો વાઈરલ

સુરત,તા.2 ઓગષ્ટ 2021,સોમવાર

શહેરના ડુમસ બીચ પર સહેલાણીઓને હરવા ફરવાની પરવાનગી તંત્ર દ્વારા થોડા દિવસ અગાઉ જ આપવામાં આવી છે. જો કે વીકેન્ડ પર લોકો જાણે કોરોનાને ભૂલી ગયા હોય હોય તેમ મોટી સંખ્યામાં ભેગા થાય છે. આ વચ્ચે ડુમસ બીચ ઉપર એક ગરબા ગ્રુપના યુવક યુવતીઓ દ્વારા માસ્ક વગર ગરબા રમતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

ડુમસ દરિયાકિનારો શરૂ થતા જ શનિ અને રવિવારે લોકોનું ઘોડાપૂર  ઉમટે છે. આ સમયે કોરોનાની ગાઈડલાઈન તેમજ સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડ્યા પણ જોવા મળે છે. ત્યારે ડુમસ બીચ પર એક ગરબા ગ્રુપના યુવક યુવતીઓ દ્વારા ગાઈડલાઈનનો ભંગ કરી ગરબા રમતો વિડિયો વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે યુવતીઓ વગર માસ્કે ચોક્કસ અંતર જાળવ્યા વગર વેસ્ટર્ન ગીત પર ગરબે ઘૂમી રહ્યા છે. જોકે આ વાતને લઈને સ્થાનિકોએ પણ રોષ વ્યક્ત કર્યો છે.

જે રીતે બીચ પર ભીડ જોવા મળી રહી છે તે જોઈને જાણે લોકો સામેથી ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. સ્થાનિકોના મત અનુસાર જાહેરમાં આ પ્રમાણે સમજદાર લોકો જ આ પ્રમાણેની ભૂલો કરતા હોય તો તે દુઃખની વાત છે. વીડિયોની ખરાઇ કરીને તે અંગે યોગ્ય પગલા લેવાવા જોઇએ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s