સુરતીઓએ 1 ઓગસ્ટે એરલાઈન્સ કંપનીઓને 75 ટકા ઓક્યૂપન્સી આપી

સુરત,તા 2 ઓગસ્ટ 2021,સોમવાર

સુરત એરપોર્ટથી દેશના વિવિધ શહેરો સાથેની કનેક્ટિવિટી વધ્યાં પછી, એરલાઈન્સ કંપનીઓને સુરતથી સારા પ્રમાણમાં ટ્રાફિક આવતા અને જતા મળી રહ્યો છે. ગતરોજ સુરતથી આવતી-જતી મળી 26 ફ્લાઇટને 75 ટકા બુકિંગ મળ્યું હતું.

સુરત એરપોર્ટ પરથી ગતરોજ તા. 1 ઓગષ્ટે  જતી-આવતી 26 (13+13) ફલાઇટમાં 3234 પેસેન્જરનું આવા-ગમન થયું હતું. બધી ફલાઇટ મળી કુલ 4336 સીટ હતી, એટલે લગભગ 75 ટકા બુકિંગ મળ્યું હતું.

કોરોના સમય બાદ પ્રથમ વાર સુરત એરપોર્ટથી 3234 પેસેન્જરનું આવા-ગમન નોંધાયું. કોરોનાના આ સમયગાળામાં આટલું બુકિંગ મહત્વનું છે. એરલાઈન્સ કંપનીઓ માટે સુરતથી ફલાઇટ ઓપરેશન ફાયદાકારક હોઈ, પેસેન્જરોને અધિક ફલાઇટોની સુવિધાના સંકેત છે, એમ વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટના સંજય જૈને કહ્યું હતું. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s