રાજમાર્ગ પર ભાગળ-દિલ્લી ગેટ વચ્ચે: તમારા બાપનું રાજ છે, ગાડી કેમ ઉંચકી જાવ છો કહી ટ્રાફિક પોલીસ પર હુમલો

– મોપેડ નો પોર્કિંગ ઝોનમાં પાર્ક કરતા ટોઇંગ કર્યુ હતું, ક્રેઇનના મજૂરને તમાચો ઝીંકી દીધો, એએસઆઇનો કોલર પકડી ફેંકી દેતા પગમાં ઇજા

સુરત
શહેરના રાજમાર્ગ પર દિલ્હી ગેટથી ભાગળ વચ્ચે નો પાર્કીંગ ઝોનમાં મોપેડ પાર્ક કરનાર માલિક અને તેના મિત્રોએ તમારા બાપનું રાજ છે, ગાડી કેમ ઉંચકી જાવ છો, તમને છોડીશું નહીં એમ કહી ટ્રાફિક એએસઆઇ અને ક્રેઇનના સ્ટાફ પર હુમલો કરતા વાતાવરણ તંગ થઇ ગયું હતું.
રાજમાર્ગ પર ટ્રાફિક વ્યવસ્થાના ભાગ રૂપે એકી-બેકી તારીખમાં પાર્કીંગ કરવાનું હોય છે. ગત રોજ એકી તારીખ હોવાથી ભાગળથી સ્ટેશન જતા રોડ તરફ પાર્કીંગ કરવાનું હોય છે. પરંતુ મોપેડ નં. જીજે-5 એનકે-0940 વિરૂધ્ધ સાઇડમાં પાર્ક હોવાથી સુરત શહેર ટ્રાફિક શાખાના રીજીયન 2 ની ક્રેઇન નં. 5 ના એએસઆઇ નવલસિંહ સુખાભાની સુચનાથી ક્રેઇનના મજૂર સ્ટાફે મોપેડ ટોઇંગ કર્યુ હતું. પરંતુ મોપેડ માલિક સહિત બે જણા ઘસી આવી મારી ગાડી કેમ ઉપાડી જાવ છો, તમારા બાપનું રાજ છે એમ કહી ક્રેઇનના મજૂર સરદાર નાનાભાઇ મોરે અને અજય ગૌસ્વામી સાથે ઝપાઝપી કરી હતી. પરંતુ મોપેડ માલિકે ફોન કરતા અન્ય ચારથી પાંચ યુવાનો ઘસી આવ્યા હતા અને તેમણે ક્રેઇનના મજૂરોને માર માર્યો હતો. જો કે એએસઆઇ નવલસિંહે તમામ મજૂરને બચાવી લીધા હતા. પરંતુ યુવાનોએ અમારી દુકાન સામેથી ગાડીઓ ઉંચકી જાવ છો, અમે તમને છોડીશું નહીં તેમ કહી એએસઆઇ નવલસિંહનો શર્ટનો કોલર પકડી ધક્કો મારી ફેંકી દેતા પગમાં ઇજા થઇ હતી. જયારે ક્રેઇનના મજૂરો કેબીનમાં છુપાઇ જવા છતા તેમને પણ માર માર્યો હતો. જેને પગલે એએસઆઇ નવલસિંહે કંટ્રોલ રૂમમાં ફોન કરતા મહિધરપુરા પોલીસ ઘસી આવી હતી. જેને પગલે હુમલો કરનાર ચાર ભાગી ગયા હતા. જયારે ગુલઝેબ અયુબ મકરાણી (ઉ.વ. 27 રહે. 4/419 બી, તિલક મેદાન સામે, તુલસી ફળીયા, બેગમપુરા) અને મોહમદ આસીફ શેખ (ઉ.વ. 30 રહે. 1004, કાલુ સાહેબનો મહોલ્લો, તુલસી ફળીયા, બેગમપુરા) ઝડપાઇ ગયા હતા. પોલીસે તમામ વિરૂધ્ધ સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી આજે અન્ય ચાર હુમલા કરનારની પણ અટકાયત કરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s