ઓનલાઇન ઠગાઇની વધી રહેલા કિસ્સા: KBCના લકી ડ્રો અને POP વર્ક અને સસ્તામાં ડીજીટલ થર્મોમીટરના નામે છેતરપિંડી

– લુમ્સ સુપરવાઇઝર, રીક્ષા ચાલકની પુત્રી, રીલાયન્સના એન્જિનીયર અને મેડીકલના હોલસેલરે રૂ. 3.75 લાખ ગુમાવ્યા

સુરત
શહેરમાં ઓનલાઇન ઠગાઇના વધી રહેલા કિસ્સા અંતર્ગત ઉન ભીંડી બજારના લુમ્સ સુપરવાઇરઝર અને રાંદેરના રીક્ષા ચાલકની પુત્રીને કોન બનેગા કરોડપતિના લકી ડ્રો ના નામે અને હજીરાની રીલાયન્સ કંપનીના એન્જિનીયરને ઘરના પી.ઓ.પી કામના એડવાન્સ તથા શાહપોરના મેડીકલના હોલસેલરને ડીજીટલ થર્મોમીટરના ફોટો વ્હોટ્સઅપ કરી કુલ રૂ. 3.75 લાખથી વધુની મત્તા પડાવી લેનાર ભેજાબાજો વિરૂધ્ધ સચિન જીઆઇડીસી, રાંદેર, લાલગેટ પોલીસ સ્ટેશનમાં આઇટી એક્ટ હેઠળ ફરીયાદ નોંધાય છે.

કોન બનેગા કરોડપતિમાં રૂ. 25 લાખની લોટરીના નામે રૂ. 32,700 પડાવ્યા


ઉન ભીંડી બજારની પાછળ રાજ ઇન્ડસ્ટ્રીઝમાં લુમ્સ કારખાનામાં ફોલ્ડીંગ સુપરવાઇઝર તરીકે કામ કરતા મોહમદ શાહીદ અબ્દુલ સલામ શેખ (ઉ.વ. 22 રહે. 22, નુરાની મસ્જિદ નજીક, ઉન ગાર્ડન પાસે) પર 23 એપ્રિલે અજાણ્યા મોબાઇલ નંબરથી મેસેજ આવ્યો હતો. મેસેજમાં કોન બનેગા કરોડપતિનો ફોટો અને તમારા વ્હોટ્સઅપ નંબર ઉપર 25 લાખની લોટરી લાગી છે અને તેમાં જણાવેલા નંબર પર લોટરી મેનેજર પ્રેમરાજ ઠાકુરનો સંર્પક નંબર કરવા કહ્યું હતું. જેથી શાહીદે કોલ કરતા લોટરી મેનેજર પ્રતાપસિંહ રાણાએ લોટરીની રકમ બેંકમાં જમા કરાવીશું એમ કહી રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સિક્કા વાળો લેટર વ્હોટ્સઅપ કરી ફાઇલ ચાર્જ પેટે રૂ. 12,100 અને જીએસટી પેટે રૂ. 45,000 ભરવા કહ્યું હતું. શાહીદે ફાઇલ ચાર્જના ઓનલાઇન અને જીએસટીની રકમ પેટે રૂ. 25 હજાર મની ટ્રાન્સફરથી ચુકવ્યા હતા. પરંતુ ત્યાર બાદ મેનેજરે જીએસટીની બાકીની રકમ ભરપાઇ નહીં કરશો તો બધી રકમ સરકારી ખાતામાં જમા થઇ જશે એમ કહેતા શાહીદને શંકા ગઇ હતી અને આ અંગે ઠગાઇની ફરીયાદ નોંધાવી હતી.

ફેસબુક પર માર્કેટ પ્લસની જાહેરાત જોઇ પી.ઓ.પી કરાવવા જતા રૂ. 15 હજાર ગુમાવ્યા


હજીરા સ્થિત રીલાયન્સ કંપનીના પ્રોસેસ એન્જિનીયર દર્શન ચીમનલાલ રાવલ (ઉ.વ. 29 રહે. જી 702, કોલક બિલ્ડીંગ, વીર સાવરકર હાઇટ્સ, ભેંસાણ-જહાંગીરાબાદ રોડ) એ ઘરમાં પી.ઓ.પી કરાવવા ડિસેમ્બર 2020માં ફેસબુક પર માર્કેટ પ્લસ નામની પી.ઓ.પી સિલીંગની જાહેરાત જોઇ તેમાં જણાવેલા નંબર પર મેસેજ કરતા એક લીંક આવી હતી. આ લીંક પર દર્શને મેસેજ કરતા આઇ સેન્ટર ડિઝાઇન એવો મેસેજ આવ્યો હતો. ત્યાર બાદ લીંકમાં જણાવેલા નંબર પરથી નરેન્દ્ર કનૈયાલાલ સારસ્વત તરીકેની ઓળખ આપતો કોલ દર્શન પર આવ્યો હતો અને હિન્દી-ગુજરાતીમાં વાત કરી કોઇ પણ ડિઝાઇન પસંદ કરો ચાર્જ એક જ રહેશે એમ કહી મહોરમ નામના કોન્ટ્રાક્ટરને ઘરે મોકલાવી રૂ. 64,500 નું એસ્ટીમેટ અને ફર્નીચર સાથે રૂ. 1 લાખનું એસ્ટીમેટ આપ્યું હતું. નરેન્દ્રએ મહોરમને મોકલાવી અડાજણ અને વેસુ ખાતે જયાં કામ કર્યુ હતું તે પણ દર્શન બતાવ્યું હતું અને ત્યાર બાદ એડવાન્સ પેટે ગુગલ પે થકી રૂ. 15,000 લઇ લીધા બાદ ફોન બંધ કરી દીધો હતો.

કેબીસીના સીમકાર્ડ લકી ડ્રો માં તમારો નંબર સિલેકટ થયો કહી રૂ. 3.14 લાખ ખંખેરી લીધા


રાંદેર ટાઉન તીનબત્તી નજીક અમીન પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહેતા રીક્ષા ચાલક મહેબુબ અકબરઅલી ચણાવાલા (ઉ.વ. 41) ની પરિણીત પુત્રી હુમેરા પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો કે નમસ્કાર વિજય કુમાર ફ્રોર્મ કે.બી.સી કોન બનેગા કરોડપતિ મુંબઇ લખેલું હતું અને તેમાં સીમકાર્ડ લકી ડ્રો કોમ્પીટીશનમાં તમારો નંબર સિલેક્ટ થયો છે અને રૂ. 25 લાખ રૂપિયા જીત્યા છે. જેથી મેસેજમાં જણાવેલા નંબર પર પ્રતાપસિંહ રાણા નામના લોટરી મેનેજરનો સંર્પક કરતા તેણે પાસપોર્ટ સાઇઝનો ફોટો, બેંકની પાસબુક વિગેરે મોકલાવવાનું કહી ટેક્સ પેટે રૂ. 15,100 ભરવાનું કહેતા મહેબુબ માત્ર રૂ. 6,000 ભર્યા હતા. ત્યાર બાદ પ્રતાપસિંહે લોટરીના રૂ. 25 લાખ બેંકમાં ટ્રાન્સફર થતા નથી એમ કહી બાકીના રૂ. 9,100 ભરવાનું અને અન્ય ચાર્જીસના નામે ટુક્ડે-ટુક્ડે રૂ. 3.14 લાખ ભરાવ્યા હતા. ત્યાર બાદ લોટરીની રકમ ઇન્કમ ટેક્સ વિભાગે જમા લઇ લીધી છે અને છોડાવવા રૂ. 1.50 લાખ ભરવાનું કહેતા શંકા ગઇ હતી અને આ અંગે ફરીયાદ નોંધાવી હતી.

રૂ. 41ના ભાવે 700 ડીજીટલ થર્મોમીટરનો ઓર્ડર લઇ રૂ. 33 હજાર પડાવ્યા


શહેરના શાહપોર વિસ્તારના અલ હમ્રા એપાર્ટેમેન્ટમાં હોલસેલમાં મેડીકલનો ધંધો કરતા જયેશ મુકેશ બુટ્ટી (ઉ.વ. 43 રહે. એ 1102, વેસ્ટર્ન શેત્રુંજય, પાલ) પર મહિના અગાઉ અજાણ્યા નંબર પરથી થર્મોમીટરનો ફોટો મોકલાવ્યા બાદ કોલ કરી ડીજીટલ થર્મોમીટર જોઇએ છે, મારી પાસે 1400 પીસ છે અને એકની કિંમત રૂ. 41 હોવાનું કહ્યું હતું. 1400 પૈકી 700 સ્ટોકમાં છે અને તે મુંબઇથી મોકલાવ્યાની ઉધનાના સૂર્યા ટ્રાન્સપોર્ટની રસીદ વ્હોટ્સઅપ પર મોકલાવી હતી. જેનું પેમેન્ટ કોલ કરનારે જણાવેલી બેક ડિટેઇલના આધારે રૂ. 33,866 જયેશે ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ જયેશ ઉધના માલ લેવા ગયો ત્યારે સૂર્યા ટ્રાન્સપોર્ટ નામની કોઇ ઓફિસ નહીં હોવાનું અને ફોન પણ બંધ હતો. જેથી આ અંગે ઠગાઇની ફરીયાદ નોંધાવી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s