અંગ્રેજીનાં ડે સેલિબ્રેશનનું ચલણ ઘટયુ : ફ્રેન્ડશીપ ડેની ફિક્કી ઉજવણી થઇ

છેલ્લા કેટલાક સમયથી ભારતમાં ઉજવાતા વેસ્ટર્ન
કલ્ચરના ડે ની ઉજવણીમાં યંગીસ્તાનનો ઉત્સાહ ઓસરી રહ્યો છે

સુરત

યારા તેરી યારી કો મૈને તો ખુદા માના… યારી
હે ઇમાન મેરા યાર મેરી જિંદગી.. યે દોસ્તી હમ નહી છોડેંગે.. કે આયા મૌસમ દોસ્તી કા..
ફિલ્મી ગીતોની પંક્તિઓ અને દોસ્તી વાલા પ્યારની શાયરી-શેરથી રવિવારે દિવસભર મોબાઇલની
સ્ક્રીન ચમકતી રહી હતી. જો કે આ સેલિબ્રેશન ફક્ત મોબાઇલ પુરતુ વધુ હતુ. હકિકતમાં ફ્રેન્ડશીપ
ડેમાં હોય એવો ઉત્સાહનો અભાવ હતો. મિત્રોએ મિત્રોને યાદ કર્યા પણ મળવાનું એટલુ જરૃરી
ઘણા બધાને લાગ્યુ નહી તો કેટલાકે આગવી સ્ટાઇલથી પણ ફ્રેન્ડશીપ ડે મનાવ્યો હતો.

<

p class=”12News” style=”line-height:normal;”>ઓગષ્ટના પ્રથમ રવિવારને ફ્રેન્ડશીપ ડે તરીકે
મનાવવામાં આવે છે. યંગીસ્તાન આ દિવસની આતુરતાથી રાહ જોતુ હોય છે. એમ પણ વેસ્ટર્ન કલ્ચરના
તહેવારોનું યંગીસ્તાનને ઘેલુ લાગેલુ છે. એ પછી ફ્રેન્ડશીપ ડે હોય, વેલેન્ટાઇન હોય કે
થર્ટી ફર્સ્ટ. મસ્તીની ક્ષણો મનાવી જ લેવાની. પણ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી આ અંગ્રેજી
ડેના સેલિબ્રેશનમાં ઘણા અંશે ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ કોરોનાને કારણે ઉજવણી ફિક્કી
હોય તેમ માની શકાય છે તેમછતાં જે છૂટછાટ મળી તેમા પણ ખાસ કાર્યક્રમો કે ગેટ ટુ ગેધર
જેવુ પણ ક્યાંય જોવા મળ્યુ નથી. સોશિયલ મિડીયામાં પણ સેલિબ્રેશનના ફોટાઓ ખુબ ઓછા દેખાયા
હતા. માત્ર લખીને અને મિત્રોના જુના ફોટા મૂુકીને શુભકામનાઓ અપાતી હતી. જો અમુક લોકોએ
ફ્રેન્ડશીપ ડેનું સેલિબ્રેશન કર્યુ પણ હતુ. કોઇ ઘરમાં પાર્ટી કરી તો કોઇ બહાર ફરવા
નીકળી પડયા. બીજીતરફ ડુમસ દરીયા કિનારે પણ દોસ્તારો ભેગા થયા હતા. આ ઉપરાંત સુરતથી
સાપુતારા તથા ડાંગના જંગલોમાં પણ લોકો ઉપડી ગયા હતા. પણ ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધવાનો
જે સીલો પડયો હતો એ સીલો ધીરે ધીરે જાણે ભૂંસાઇ રહ્યો છે. આવુજ અન્ય ડેમાં પણ જોવા
મળે છે. નિકિતાના કહેવા પ્રમાણે આ વખતે જ્યારે તેઓ ફ્રેન્ડશીપ બેલ્ટ લેવા ગયા ત્યારે
શોપ પણ ઓછી અને તેમાં નવુ કલેક્શન પણ ન હતુ. એ રીતે લોકોનો ઉત્સાહ ડે મનાવવા બાબતે
જાણે ઓસરી રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. એક સમય એવો હતો કે દેશમાં વેસ્ટર્ન ડેમાં યંગીસ્તાન
ઓળધોળ હતુ જેથી ભારતીય તહેવારોની ચમક ઝાંખી થઇ રહી હતી પરંતુ હવે વેલેન્ટાઇનની સામે
લોકો વસંત પંચમની વધામણા કરી રહ્યા છે. જે સારી નિશાની છે. આ બદલાવ પાછળ કોઇ ગૃપ નહી
પણ સોશિયલ મિડીયા જ કેન્દ્ર હોવાનું યંગીસ્તાન માને છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s