ધોરણ-12 કોમર્સનું સુરતનું 100 ટકા પરિણામ : એ-2 ગ્રેડમાં વિદ્યાર્થીઓ ઘટયા

– એ-1 ગ્રેડમાં 187 વિદ્યાર્થી સાથે સુરતમાં રાજ્યમાં બીજા ક્રમેઃ 50 થી
80 ટકા માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓ વધ્યા

      સુરત

કોરોનાકાળ
વચ્ચે આજે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૧૦૦ ટકા પરિણામ જાહેર થવાની સાથેજ સુરતના ૧૮૭
વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડ સાથે ઉર્તીણ થઇને રાજયમાં સૌથી વધુ સંખ્યામાં બીજો નંબર
મેળવીને સુરતને ચમકાવ્યુ છે. જેમાં વરાછા રોડની આશાદીપ સહિતની સ્કુલોનો દબદબો જોવા
મળ્યો હતો
. આજના પરિણામમાં એ-૧ ગ્રેડના વિદ્યાર્થીની સંખ્યા ઘટી છે. જયારે સ્કુલો
પરિણામ તૈયાર કર્યુ હોવા છતા ગત વર્ષ કરતા આ વર્ષે એ-૨ ગ્રેડમાં વિદ્યાર્થીઓ ઓછા
આવ્યા છે. તો ૫૦ થી ૭૦ ટકા લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા આ વર્ષે વધી છે.

કોરોનાની
મહામારીના પગલે બોર્ડની પરિક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાનું નક્કી કર્યા બાદ આજે
બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરાયુ હતુ. જેમાં સુરત કેન્દ્વમાંથી ૪૪૮૬૬ વિદ્યાર્થીઓ
નોંધાયા હતા.તે તમામ પાસ થતા પરિણામ ૧૦૦ ટકા આવ્યુ હતુ. આ પરિણામમાં ૧૮૭
વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડમાં આવ્યા હતા.સમ્રગ ગુજરાતમાં કુલ ૬૯૧ વિદ્યાર્થીઓ એ-૧
ગ્રેડમાં આવ્યા છે. જેમાં રાજકોટમાં સૌથી વધુ ૨૩૧ વિદ્યાર્થીઓ પછી સુરતના
વિદ્યાર્થીઓનો નંબર આવે છે. આજના પરિણામમાં વરાછાની જાણીતી સ્કુલો પૈકી આશાદીપ
સ્કુલના ૩૪
, તપોવન વિદ્યાલયના ૧૯, જે.બી એન્ડ કાર્પ વિદ્યાસંકુલ
(લસકાણા)ના ૯ વિદ્યાર્થીઓ
મૌની ઇન્ટરનેશનલ, કામરેજની વશિષ્ઠ વિદ્યાલય, એલ.પી.સવાણી ગુ્રપ ઓફ સ્કુલના ચારસંસ્કાર ભારતી વિદ્યાલય (પા.પા)
ના ત્રણ વિદ્યાર્થીઓ સહિત કુલ ૧૮૭ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડમાં મેદાન મારી ગયા હતા.

કોરોના
પહેલા અને કોરોના દરમ્યાન ૨૦૨૦ અને ૨૦૨૧ ની આ પરીક્ષાનું વિશ્લેષણ કરીએ તો એ-૧
ગ્રેડમાં બે વિદ્યાર્થીઓ આ વર્ષે ઓછા આવ્યા છે. ગત વર્ષ કરતા આ વર્ષે ૮૦ થી ૯૦ ટકા
વચ્ચે લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૪૪૨ જેટલી ઘટી છે. તો ૭૦ થી ૮૦ અને ૫૦ થી
૭૦ વચ્ચે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. જયારે ૨૭૫૦ જેટલા
વિદ્યાર્થીઓને ગ્રેસીગ આપીને પાસ કરાયા છે.

સુરતમાં કયા
ગ્રેડના કેટલા વિદ્યાર્થીઓ

ગ્રેડ    ૨૦૨૦   ૨૦૨૧

એ-૧    ૧૮૯     ૧૮૭

એ-૨   ૨૬૧૪   ૨૧૭૨

બી-૧  ૫૯૬૧   ૬૩૮૦

બી-૨  ૮૯૯૪  ૧૧૦૬૭

સી-૧ ૧૦,૦૪૩ ૧૩૩૭૭

સી-૨  ૬૦૦૬   ૮૯૩૩

ડી      ૪૬૨    ૨૨૫૦

ઇ-૧      ૪      ૪૯૭

ઇ-૨    ૮૨૭૬     ૩

છેલ્લા
ત્રણ વર્ષના એ-૧ ગ્રેડની સંખ્યા

વર્ષ     સંખ્યા

૨૦૧૯  ૨૯૪

૨૦૨૦  ૧૮૯

<

p class=”12News” style=”margin:0 5.65pt .0001pt;”>૨૦૨૧  ૧૮૭

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s