જમીન વેચાણ સંબંધી વિશ્વાસઘાતના કેસમાં આરોપીઓના જામીન રદ સુરત

બિનખેતીની જમીન અન્યને સાટાખત કરી આપી હોવા છતાં ફરિયાદી પાસેથી વધુ નાણાં પડાવવા ખોટા કેસોની ધમકી આપી પ્રોજેક્ટ ઘોંચમાં પડાવવાનો કારસો રચ્યો હતો

ઉધનાની
જમીન વેચાણ સંબંધી ગુનાઈત ઠગાઈ કરી બળજબરીથી નાણાં પડાવવાના ગુનાઈત કારસામાં સંડોવાયેલા
આરોપીઓના જામીનની માંગને આજે કોર્ટે નકારી કાઢી આરોપીઓ વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ
દર્શનીય કેસનો નિર્દેશ આપ્યો છે.

મૂળ
રાજસ્થાન ઝુનઝુનુ જિલ્લાના વતની ફરિયાદી દિનેશ હજારીલાલ વર્મા (રે.એથિક પેલેસ
, ઘોડદોડરોડ)એ આરોપી ભરત
પ્રવિણચંદ્ર વશી
, અજય તથા સુધાબેન પ્રવિણચંદ્ર વશી (રે.મહાદેવ
ફળિયું
,ઉધના) વિરુધ્ધ જમીન વેચાણ સંબંધી ગુનાઈત ઠગાઈનો કારસો
રચવી ધાકધમકી આપવા અંગે સુરત ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ આરોપીઓએ
એકબીજાના મેળા પિપણામાં ઉધનાના રેવન્યુ સર્વે નં.09
,ટીપી
નં.1 ફાયનલ પ્લોટ નં.15 વાળી બિનખેતીની જમીનના અગાઉ અન્ય ચાર વ્યક્તિ સાથે સાટાખત
કર્યું હતુ.તેમ છતાં  સાટાખતની પૈકીની રકમ
મેળવી હોવા છતાં વધુ નાણાં પડાવવા ખોટા કેસો કરી પ્રોજેક્ટના ઘોંચમાં મુકવાની ધમકી
આપી હતી.જેથી આ કેસમાં સુરત ક્રાઈમ બ્રાંચે આરોપી ભરત
,અજય
તથા સુધાબેન પ્રવિણ ચંદ્ર વશીની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા બાદ જેલ કસ્ટડીમાં
મોકલી આપ્યા હતા.હાલમાં જેલવાસ ભોગવતા ત્રણેય આરોપીઓએ દસ્તાવેજી પુરાવા આધારિત કેસ
હોઈ જામીન માટે માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે તપાસ અધિકારીની તથા મૂળ
ફરિયાદી તરફે કલ્પેશ દેસાઈ તથા વિરલ ચલિયાવાલાની એફીડેવિટ રજુ કરી હતી.આરોપીઓને
જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની સંભાવના તથા ટ્રાયલ માં હાજર ન રહે
તેમ હોઈ જામીન રદ કરવા માંગ કરી હતી.જેને કોર્ટે માન્ય રાખી ત્રણેય આરોપીઓ વિરુધ્ધ
ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસનો નિર્દેશ આપી જામીનની માંગ નકારી કાઢી હતી.

 

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s