સરકારી એવી નવી સિવિલ અને મ્યુનિ.ની મસ્કતી હોસ્પિટલમાં જ ફાયર સેફ્ટી નથી


નવી
સિવિલને અત્યારસુધી ૬ નોટિસ અપાઇ ચુકી છે, હજારો દર્દીઓની આવન-જાવન વચ્ચે દુર્ઘટના
બને તો કોની જવાબદારી ?

સુરત,

તક્ષશિલા દુર્ઘટના અને કોવિડ
હોસ્પીટલમાં આગના બનાવ બાદ રાજ્ય સરકાર સુરત સહિત સમગ્ર ગુજરાતની બિલ્ડીંગમા ફાયર સેફ્ટી
માટે આકરા પગલાં ભરી રહી છે. પરંતુ દિવા તળે અંધારૃ હોય તેમ રાજ્ય સરકાર સંચાલિત સિવિલ
હોસ્પટીલ અને પાલિકા સંચાલિત મસ્કતિ હોસ્પીટલમાં જ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો
છે.

સુરતમાં ૮૮૩ હોસ્પિટલોએ ફાયર એનઓસી
મેળવી છે. બીજી તરફ ફાયર સેફ્ટી માટે લોકો સામે કડકાઈથી કામગીરી કરતું પાલિકા તંત્રની
હોસ્પટીલમા ંજ ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરી શકી નથી. સ્મીમેર હોસ્પીટલમાં ફાયર સેફ્ટી
ઉભી થઈ નથી પરંતુ કામગીરી ચાલી રહી છે. જ્યારે સૌથી જુની મસ્કતિ હોસ્પીટલમાં ફાયર સેફ્ટીની
સુવિધા જ નથી. ફાયર વિભાગે વારંવાર સેન્ટ્રલ ઝોનને મસ્કતિ હોસ્પીટલમાં ફાયર સેફ્ટીની
સુવિધા ઉભી કરવા માટે તાકીદ કરી છે પરંતુ હજી ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવામા આવી
નથી.

<

p class=”12News” style=”text-align:justify;”>આવી જ રીતે નવી સિવિલ હોસ્પીટલમાં
પણ પાલિકાએ ૨૦૧૭થી અત્યાર સુધીમાં ૬ કરતાં વધુ વખત ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા માટે
નોટીસ આપી છે. પરંતુ સરકારના વિવિધ વિભાગોમા ંસંકલનના અભાવે સુવિધા ઉભી થઈ નથી. સિવિલ
હોસ્પીટલમાં રોજ હજારો દર્દીઓ આવે છે. કોઇ દુર્ઘટના બને તો તેમના જીવ જોખમમાં મુકાય
તેમ હોવા છતા લાલીયાવાડી જોવા મળી રહી છે. સિવિલમાં કોઇ દુર્ઘટના બને તો જવાબદાર કોણ
? તે મુદ્દે પણ ચર્ચામાં છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s