ફ્રેન્ડશીપ ક્લબના નામે ઠગાઈ કરતા મુંબઈના યુવાન, યુવતીની ધરપકડ


– યુવાનના 11 ખાતામાં રૂ.1.67 કરોડના વ્યવહારો

– NRI છોકરી સાથે મુલાકાત કરાવાશે, વાત કરી તેને ખુશ કરશો તો રૂ.30 હજાર મળશે કહી વિવિધ ચાર્જીસના નામે પૈસા પડાવતા

સુરત, : સુરતના સગરામપુરા સગરામપુરાના શ્રમજીવી યુવાનને એનઆરઆઈ છોકરીઓ સાથે મુલાકાત કરાવી બે કલાક વાત કરવાથી અને ખુશ રાખવાથી રૂ.25થી 30 હજાર આપવાની વાત કરી વિવિધ ચાર્જ પેટે રૂ.69,410 પડાવનાર મુંબઈના યુવાન અને યુવતીની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે.

સુરતના સગરામપુરા વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરીકામ કરતા 27 વર્ષીય અજય રાઠોડે રોજના રૂ.20 થી 30 હજાર કમાઓ તેવી ટચુકડી જાહેરાત જોઈ બાબુભાઇ નામના વ્યક્તિ સાથે વાત કરતા તેણે એનઆરઆઈ છોકરીઓ સાથે તમારી મુલાકાત કરાવાશે, બે કલાક વાત કરી ખુશ કરવાના તમને રૂ.20 થી 30 હજાર મળશે કહી તેમણે અને તેમની સાથેની સોનિયાએ ગેટ પાસ, ગેસ્ટ હાઉસ બુકીંગના ચાર્જ પેટે રૂ.69,410 જમા કરાવી કોઈ મુલાકાત નહીં કરાવી છેતરપિંડી આચરી હતી. આ અંગે અજયે ગત 2 માર્ચના રોજ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમ પોલીસે આ ગુનામાં ઈન્ટેરીયર કોન્ટ્રાકટર રામઆશિષ સિયારામ પાસવાન ( ઉ.વ.39, રહે, બી/603, મુકેશ એપાર્ટમેન્ટ, રામમંદિર રોડ,બેવા કોલેજ પાસે, એમ.બી.એસ્ટેટ, વિરાર ( વેસ્ટ ), પાલઘર, મહારાષ્ટ્ર. મૂળ રહે. બિહાર ) અને સુષ્મા રમેશ શેટ્ટી ( ઉ.વ.32, રહે. 308,જીવનજ્યોત એપાર્ટમેન્ટ, વિરાર રોડ, બોરેગાંવ નાકા, નાલાસોપારા ( ઈસ્ટ ), પાલઘર, મહારાષ્ટ્ર ) ની ગતરોજ ધરપકડ કરાઈ છે.

સાયબર ક્રાઈમ પોલીસે તેમની પાસેથી 6 મોબાઈલ ફોન, અલગ અલગ બેન્ક એકાઉન્ટની 9 ચેકબુક, પાંચ એટીએમ કાર્ડ કબજે કર્યા હતા. ફ્રેન્ડશીપ ક્લબના નામે ઠગાઈ કરતો રામઆશિષ છેલ્લા 12 વર્ષથી આવા ગુનામાં સંડોવાયેલો છે. તેના 11 બેન્ક એકાઉન્ટમાં રૂ.1,67,04,000 ના વ્યવહારો થયા હોવાનું બહાર આવ્યું છે. તેના અન્ય બેન્ક એકાઉન્ટની પણ તપાસ ચાલી રહી છે.

રામઆશિષ અંગ્રેજી છાપાઓમાં આઈએસઓ રજીસ્ટર્ડ બ્યુટી પાર્લરના નામે લલચામણી જાહેરાત આપી જાળ બિછાવતો

મુખ્ય સૂત્રધાર રામઆશિષ સુરત, વડોદરા, અમદાવાદ, મુંબઈ, બેંગ્લોર, ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હીમાં ગુજરાતી અને ઈંગ્લીશ પેપરમાં આઈએસઓ રજીસ્ટર્ડ બ્યુટી પાર્લરના નામે જાહેરાત આપી યુવતીઓ સાથે મિત્રતા કરાવવા, ચેટીંગ કરવા થતા રૂબરૂ મુલાકાત કરવાથી રૂ.20 થી 30 હજાર આપવાની લોભામણી વાતો કરી ફ્રેન્ડશીપ ક્લબમાં જાડાવાના બહાને અલગ અલગ ચાર્જના નામે પૈસા પડાવતો હતો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s