પુણાના શંકરનગરમા સ્વામિનારાયણ મંદિરમાં સંતો અને હરિભક્તો વચ્ચે વિવાદ, પોલીસ બોલાવાઈ

સુરત, 31 જુલાઇ 2021 શનિવાર

સુરતના પુણા શંકરનગર સ્વામિનારાયણ મંદિરમાં ફરી એક વખત વિવાદ સામે આવ્યો છે. આ મંદિરને રાકેશ પ્રસાદ મહારાજના ટ્રસ્ટમાં સમાવી લેવામાં આવ્યા હોવાની વાત ચાલી રહી છે. જેને લઇને હરિભક્તોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. હાલ હરિભક્તો મંદિરમાં ધૂન બોલાવી રહ્યા છે અને હરિભક્તોએ વિરોધ કરતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

પુણા ગામના શંકરનગરમાં સ્વામિનારાયણ મંદિરમાં સંતો અને હરિભક્તો વચ્ચે વિવાદ જોવા મળ્યો છે. મંદિરને રાકેશપ્રસાદ મહારાજના ટ્રસ્ટમાં સમાવવા મામલે વિવાદ થયો છે. હરિભક્તો રાકેશપ્રસાદના ટ્રસ્ટમાં સામેલ થવા માંગતા નથી, જેને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં વડતાલના ગાદીપતિ રાકેશ પ્રસાદ મહારાજ અને અજેન્દ્રપ્રસાદ મહારાજ વચ્ચે વર્ચસ્વની લડાઇ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહી છે. હરિભક્તોએ પોતાની બચત માંથી આ મંદિર બનાવ્યું છે અને હરિભક્તોનો આક્ષેપ છે કે હવે સંતો મંદિર પચાવી પાડવા માંગે છે. મંદિરમાં ગઈ રાત્રે પણ માથાકૂટ થઈ હતી.

મંદિરમાં અજેન્દ્ર પ્રસાદ મહારાજના સમર્થક ભક્તો જ્યારે મંદિરમાં ધૂન ગાવા અથવા તો દર્શન કરવા માટે જાય છે ત્યારે તેમને રોકવામાં આવે છે અથવા તો મંદિરમાં વધુ સમય માટે બેસવા દેવામાં આવતા નથી એ પ્રકારના આક્ષેપ સાથેની ફરિયાદ સામે આવી રહી છે. મંદિરની અંદર છેલ્લા એક મહિનાથી આ વિવાદ શરૂ થતા હરિભક્તો અને રાજેન્દ્ર પ્રસાદ સ્વામિના સમર્થકો વચ્ચે ઝઘડા ચરમ સપાટીએ પહોંચી રહ્યા છે. આજે સ્થિતિ વધુ વકરતા પોલીસે સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

હરિભક્ત દિનેશભાઈ એ કહ્યું કે, મંદિર જ્યારે બન્યું ત્યારે નાના નાના અનેક મહિલા અને પુરુષ હરિભક્તોએ દાન આપ્યું છે.

મેં પોતે ડોનેશન આપ્યું હતું. પોતાના વારસદારોને સારા સંસ્કાર મળે એ હેતુથી આ મંદિરમાં દાન આપ્યું હતું. ટ્રસ્ટીઓ આ મંદિરને બીજે લઈ જવા અને હરિભક્તોને મંદિરમાં દાખલ ન થવા દેવા માટે રોજ કાવાદાવા કરે છે. ગઈકાલે સાંજે ભગવાનની આગળ લાગેલા કાચને તોડાવી દેવાયા હતા. જે હરિભક્તો ભજન કરતા હતા તેમને પોલીસ બોલાવીને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. અમારી માંગ છે કે જેમણે ડોનેશન કર્યું છે તેઓને શાંતિથી અહીં ભજન કરવા દે તેમજ તેમના બાળકોને સંસ્કાર મળે તેવી પ્રવૃત્તિ પણ કરવા દે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s