કિશોરી સાથે બેડટચની કુટેવ ધરાવતા આરોપી યુવાન દોષી જાહેર સુરત,

પાનના ગલ્લે ચોકલેટ લેવા જતી તરૃણીઓ સાથે શારીરિક અડપલાં
કરનાર બે પૈકી એક યુવાન દોષી જાહેરઃકોર્ટે સજાનો હુકમ મોકુફ રાખી બે વર્ષનો પ્રોબેશનનો
લાભ આપ્યો

આજથી
ત્રણેક વર્ષ પહેલાં રાંદેર કોઝવે રોડ સ્થિત બનારસી પાનના ગલ્લા પર ચોકલેટ લેવા જતી
વખતી સગીર તરૃણીઓ સાથે બેડ ટચ કરી શારીરીક અડપલાં કરનાર બે પૈકી એક આરોપી અંકલ આજે
પોક્સો કેસોની ખાસ અદાલતના જજ પી.એસ.કાલાએ દોષી ઠેરવ્યા હતા.કોર્ટે આરોપી
અબુબકરને  હાલ પુરતી સજા ન કરતાં બે  વર્ષના સમય માટે સુલેહ જાળવવા તથા સારુ વર્તન
રાખવા 10 હજારના જામીન તથા ફરિયાદીને રૃ.5 હજાર ફરિયાદ ખર્ચ પેટે જમા કરાવ્યેથી
છોડી મુકવા હુકમ કર્યો છે.

રાંદેર
કોઝવે રોડ સ્થિત ગુલઝાર એવન્યુ પાસે બનારસી પાનનો ગલ્લો ધરાવતા આરોપી અબુબકર મોહમદ
ખાલીદખાન (રે.સનસીટી એપાર્ટમેન્ટ
,મોરાભાગળ) તથા સહ આરોપી ગાલીબ મહોમદ ખાન વિરુધ્ધ તા.13-6-19ના રોજ ભોગ
બનનાર પાંચ વર્ષીય બાળકીના ફરિયાદી પિતાએ શારીરિક અડપલાં કરી પોક્સો એક્ટના ભંગ
બદલ રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ ફરિયાદી પિતાની પાંચ વર્ષીય
પુત્રી પોતાના કાકાની સગીર દીકરી સાથે આરોપી અબુબકરના પાનના ગલ્લે જેમ્સ ચોકલેટ
લેવા ગઈ હતી.જે દરમિાન આરોપીએ તેને પોતાના ખોળામાં બેસાડીને બાંધેલા વાળ છુટા કરી
પીઠ પાછળ હાથ પસરાવીને બેડટચ કર્યો હતો.તદુપરાંત આરોપી અબુબકર તથા સહ આરોપી ગાલીબ
ખાન આ અગાઉ પણ ફરિયાદી તથા તેના મોટાભાઈની સગીર પુત્રીએ પણ પોતે જીન્સ પહેરીને
ગંદા અંકલના પાનના ગલ્લે ચોકલેટ લેવા જાય ત્યારે તેના જીન્સમાં હાથ નાખીને પેશાબની
જગ્યાએ ગંદી હરકતો કરતા હોવાની ફરિયાદ કરી હતી.

જેથી
રાંદેર પોલીસે માસુમ દીકરીઓ સાથે બેડ ટચ કરીને ગંદી હરકતો કરનાર બંને આરોપી અબુબકર
ખાન તથા મહમદ ગાલીબ અનવારૃલક(રે.હયાત રેસીડેન્સી
,રાંદેર)ની પોક્સો એક્ટના ભંગ બદલ ધરપકડ કરી
જેલભેગા કર્યા હતા.હાલમાં બંને આરોપીઓ વિરુધ્ધનો કેસ અંતિમ સુનાવણી હાથ ધરવામાં
આવી હતી.

જેથી
કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા ફરિયાદપક્ષે એપીપી કિશોર રેવાલીયાએ આરોપી અબુ બકર
ખાન વિરુધ્ધ ભોગ બનનાર  તરૃણીઓ સાથે
શારીરિક અડપલાં કરવાના ગુનો  સાબિત કરતાં
તેને દોષી ઠેરવ્યો હતો.જો કે આરોપી 21 વર્ષનો હોઈ ગુનાઈત ઈતિહાસ ન હોવાથી કોર્ટે
સજાનો હુકમ મોકુફ રાખી કોર્ટે બે વર્ષ માટે સુલેહ શાંતિ તથા સારુ વર્તન રાખવા 10 હજારના જામીન પર મુક્ત પ્રોબેશનનો લાભ આપ્યો હતો.પ્રોબેશન સમય દરમિયાન દર ત્રણ
મહીને પ્રોબેશન અધિકારીએ આરોપીના વર્તન અંગે રિપોર્ટ આપવાનો રહેશે.જો આરોપી
અબુબકરે આ પ્રકારનું વર્તને કે શરત ભંગ કરશે તો હુકમ આપોઆપ રદ ગણી સજા ભોગવવા હાજર
થવું પડશે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s