સુરતમાં પ્રથમ વખત 9 માસની બાળકીનો રેપીડ ટેસ્ટ પોઝીટીવ

જો કે પાંડેસરાની આ બાળકીનો આર.ટી.પી.સી.આર ટેસ્ટ
નેગેટીવ આવ્યો
: બાળકોની ઓ.પી.ડીમાં 350 બાળકોનું સ્કીંનીગ થયુ

        સુરત
:

સુરતમાં
કોરોના બીજી લહેરની ગતિ મંદ પડી રહી છે.અને ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાની ભીતી
છે.આવા સમયે પાંડેસરાની
9 માસની બાળકીનો બુધવારે કોરોનાનો રેપીડ ટેસ્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્રમાં
દોડધામ થઇ જવા પામી હતી. જોકે આજે બાળકીનો આર.ટી.પી.સી.આર રિપોર્ટ નેગેટીવ આવ્યો હોવાનું
જાણવા મળે છે.

<

p class=”12News”>નવી
સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં રહેતી
9 માસની બાળકીને તાવ સહિત તકલીફ હોવાથી તેના પરિવારજનો ગત રોજ સારવાર માટે
નવી સિવિલ હોસ્પિટલમાં બાળકોની ઓ.પી.ડી.માં લઇ ગયા હતા. જ્યાં ડોકટરને બાળકીમાં
કોરોના લક્ષણો દેખાતા તેનો રિપીડ ટેસ્ટ કરતા બાળકીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ
આવ્યો હતો. બાદમાં બાળકીના આર.ટી.પી.સી.આર ટેસ્ટ માટે સેમ્પલ લઇને લેબોરેટરીમાં
મોકલ્યા હતા. ત્યારબાદ બાળકીને સામાન્ય લક્ષણો તથા તકલીફ ન હોવાથી દવા આપીને હોમ
કોરોન્ટાઇન રહેવા કહ્યુ હતુ.જેથી તેના પરિવારજનો બાળકીને સારવાર કરાવી ઘરે લઇ ગયા
હતા.જોકે બાળકીના પિતાને શરદી
,ખાંસી જેવી તકલીફ હોવાથી
કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.પણ તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જયારે આજે બપોરે
બાળકીનો આર.ટી.પી.સી.આર રિપોર્ટ નેગેટીવ આવ્યો હોવાનું ડોક્ટરે જણાવ્યુ હતુ.  નવી સિવિલમાં બાળકો વિભાગની ઓ.પી.ડીમાં
10 થી 15 દિવસ દરમિયાન 350 થી 400 બાળકોનું સ્કીંનીગ કરવામાં આવ્યુ હતુ.જેમાં આ પ્રથમ બાળક કોરોનાનો રેપીડ
ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોવાનું ડોકટર સુત્રોએ કહ્યુ હતુ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s