સુંવાલીમાં ડમ્પીંગ સાઇટ મુદ્દે મોરચો, અમારી પાસે જમીન બચશે જ નહી

– મોટાભાગની
જમીનો હજીરાની ઇન્ડસ્ટ્રીઝ માટે સંપાદીત થઇ ગઇ છેઃ કચરો ઠલવાશે તો પ્રવાસનને પણ
ગંભીર અસર થશે

          સુરત

સુરત
મહાનગર પાલિકા દ્વારા ૬૦ લાખની વસ્તીનો કચરો ઠાલવવા માટે સુરત થી ૨૫ કિ.મી દૂર સુંવાલી
ગામની જમીન પર નજર દોડાવતા ગ્રામજનોમાં ભારે વિરોધ થઇ રહ્યો છે. આજે ગ્રામજનોએ કલેકટરને
આવેદનપત્ર પાઠવીને જણાવ્યુ હતુ કે મોટાભાગની જમીનો હજીરા ઇન્ડસ્ટ્રીઝમાં સંપાદન થઇ
છે. બાકીની જમીન જો કચરામાં આપી દેવાશે તો અમારી પાસે કંઇ પણ બચશે નહીં.

સુરત મહાનગર
પાલિકા દ્વારા શહેરી વિસ્તારને છોડીને જયાં જયા કચરો ઠાલવવા માટે નજર દોડોવે છે. ત્યાં
ત્યાં ગ્રામજનો વિરોધ કરતા જ રહે છે. પહેલા મંદ્રોઇ
, ભાડુંત, દેલાડ અને હવે
ચોર્યાસીના સુંવાલી ગામમાં કચરો ઠાલવવાની હિલચાલ શરૃ કરી છે. જેને લઇને આજે ગ્રામજનોએ
જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી હતી કે સરકાર એકબાજુ સુંવાલી બીચને પ્રવાસન
તરીકે વિકસાવી રહ્યુ છે. ને બીજી બાજુ પાલિકા આ વિસ્તારમાં જ કચરો ઠાલવશે તો પ્રવાસનને
તો ગંભીર અસર પડશે જ સાથે આજુબાજુના ગ્રામજનોનું રહેવુ મુશ્કેલ બનશે.

<

p class=”12News”>સુરત થી
૨૫ કિ.મી દૂર આવેલા સુંવાલી અને આજુબાજુના ગ્રામજનોની મોટાભાગની જમીનો હજીરા ઇન્ડસ્ટ્રીઝ
માટે સંપાદન કરેલ છે. અને તેમાં મોટા ઉદ્યોગો ધમધમી રહ્યા છે. હવે પછી બાકી રહેતી જમીનના
ઉપયોગ કચરા માટે પાલિકાને ફાળવી દેવાશે તો સ્થાનિક પાસે કશુ જ રહેશે નહીં. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s