ગુમસુદા-મૃત્તક જમકુડીની સેવામાં બેદરકારી બદલ વેટનરી હોસ્પિટલ-ટ્રસ્ટીઓને ગ્રાહક કોર્ટની શો કોઝ-સુરત

ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ બિમાર ડોગી હોસ્પિટલમાંથી લાપત્તા થયા બાદ 26 દિવસે મળી ઃ રઝળપાટથી તબિયત લથડયા બાદ નિધન થતાં માલિકે ગ્રાહક કોર્ટમાં ધા નાખી છે

વેટનરી
હોસ્પિટલમાં બિમારીની સારવાર માટે ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ થયેલા તથા 26 દિવસ
લાપત્તા થયા બાદ મોતને ભેટનાર પોતાના શ્વાનની સેવામાં બેદરકારી દાખવનાર નંદિની
વેટરનરી હોસ્પિટલ
,પાંજરોપોળના ટ્રસ્ટીઓ વગેરે વિરુદ્ધ વ્યાજ સહિત વળતર વસુલ અપાવવા માલિકે
સૌ પ્રથમવાર સુરત ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરી છે.જેથીે ગ્રાહક કોર્ટે
વેટરનરી હોસ્પિટલ
,ટ્રસ્ટીઓને કારણ દર્શક નોટીસ કાઢી આગામી
તા.24મી સપ્ટેમ્બરના રોજ બચાવના પુરાવા સાથે જાતે અથવા વકીલ મારફતે હાજર થવા
નિર્દેશ આપ્યો છે.

સુરતના
ગોપીપુરા વિસ્તારમાં રહેતા તથા વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા ફરિયાદી જાગૃત્તિબેન
ઠક્કરે પાળેલી જમકુડી નામની ડોગીને કાનમાં ઈન્ફેકશન થતાં પ્રથમ પ્રયાસ નામની સંસ્થા
તથા ત્યારબાદ તા.9-12-19ના રોજ નંદિની વેટરનરી હોસ્પિટલના સારવાર માટ ેલઈ ગયા હતા.જેથી
વેટનરી હોસ્પિટલના તબીબે જમકુડીને તપાસીને ઈન્ડોર પેશન્ટ તરીકે સારવાર માટે દાખલ કરી
હતી.જેના પેટે ફરિયાદી પાસેથી નવા કેસ તથા ડીપોઝીટ માટે કુલ રૃ.5100 વસુલ પેશન્ટની
માહિતી સાથેનું કાર્ડ આપ્યું હતુ.બે દિવસ બાદ ફરિયાદીને જમકુડીની આંખમાં મોતિયો હોવાનું
જણાવી સારવાર ચાલુ કરી હતી.તા.11-12-19 ના રોજ હોસ્પિટલમાંથી આસુતોષ પાટીલનો ફોન આવ્યો
હતો કે જમકુડી હોસ્પિટલમાંથી ગાયબ થઈ ગઈ છે.જેથી ફરિયાદીએ હોસ્પિટલના સત્તાધીશોની બેદરકારીથી
ગુમસુદા જમકુડીના ફોટા સાથે શોધી આપનારને યોગ્ય બદલો આપવા અંગે અખબારમાં જાહેરાત આપી
હતી.તદુપરાંત ઉમરા પોલીસમાં પણ પોતાના ડોગીની ગુમ થવા અંગે ફરિયાદ પણ નોંધાવી હતી.જો
કે પ્રયાસ સંસ્થાના પ્રયત્નોથી 26 દિવસે ગુમસુદા જમકુડી તા.4-1-20ના રોજ ઉધના વિસ્તારમાંથી
મળી આવી હતી.પરંતુ અનેક દિવસોના રઝળપાટથી બિમાર જમકુડીની તબિયત વધુ લથડતાં તેનું તા.30-11-20ના
રોજ નિધન થયું હતુ.જેથી ફરિયાદીએ પ્રયાસ સંસ્થાને ગુમસુદા ડોગીને શોધી આપવા બદલ 7500 ચુકવવા પડયા હતા.

જેથી
નંદિની વેટનરી હોસ્પિટલમાં ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ થયા બાદ ગુમસુદા જમકુડીની
સારવાર
,દેખરેખ
તથા સેવામાં બેદરકારી દાખવવા બદલ વ્યાજ સહિત વળતર વસુલ અપાવા ફરિયાદી માલિક
જાગૃત્તિ ઠક્કરે શ્રેયશ દેસાઈ મારફતે ગ્રાહક કોર્ટમાં સૌ પ્રથમવાર ધા નાખી છે.જેથી
ગ્રાહક કોર્ટે વેટનરી હોસ્પિટલ
,સુરત પાંજરાપોળ ટ્રસ્ટ તથા
ટ્રસ્ટીઓને પોતાના બચાવના પુરાવા સાથે જાતે અથવા વકીલ મારફતે આગામી તા.24મી
સપ્ટેમ્બરના રોજ હાજર થવા નિર્દેશ આપ્યો છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s