ક્રેડિટ કાર્ડ બંધ કરાવી આપવાના બહાને કારખાનેદારના રૂ. 99 હજાર સેરવ્યા


– આરબીએલ કાર્ડ બંધ કરાવવાની પ્રોસેસના બહાને ભેજાબાજે ઓટીપી મેળવી શોપીંગ કર્યુ, પ્રિમિયમ ભર્યુ

સુરત
અમરોલી-જુના કોસાડ રોડ વિસ્તારમાં રહેતા એમ્બ્રોડરી કારખાનેદારને આરબીએલ બેંકનો ક્રેડિટ કાર્ડ બંધ કરાવી આપવાના બહાને ઓટીપી મેળવી લઇ ઇન્સ્યોરન્સના પ્રિમીયમ તથા શોપીંગ પેમેન્ટ પેટે રૂ. 99,155ની ચુકવણી કરનાર ભેજાબાજ વિરૂધ્ધ અમરોલી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાય છે.
અમરોલી-જુના કોસાડ રોડ સ્થિત સ્ટાર પેલેસના ફ્લેટ નં. એલ 402 માં રહેતા અને કડોદરા ખાતે એમ્બ્રોડરી કારખાનું ચલાવતા વિજય બાબુભાઇ ખૈની (ઉ.વ. 28) એ બે વર્ષ અગાઉ આરબીએલ બેંકનો ક્રેડિટ કાર્ડ લીધો હતો. પરંતુ તેઓ છેલ્લા ઘણા સમયથી કાર્ડનો ઉપયોગ કરતા ન હતો. દરમિયાનમાં વીસેક દિવસ અગાઉ મોબાઇલ નં. 9205338806 પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે વિજયને કાર્ડનો ઉપયોગ માટે કરી હતી અને વપરાશ નહીં કરતા હોય તો બંધ કરાવવાનું કહ્યું હતું. ત્યાર બાદ મોબાઇલ નં. 6901735321 પરથી કોલ આવ્યો હતો અને ક્રેડિટ કાર્ડ બંધ કરાવવાની પ્રોસેસ કરી વિજય પાસેથી ઓટીપી મેળવી લીધો હતો. આ ઓટીપીની મદદથી ભેજાબાજે કાર્ડ બંધ કરવાને બદલે ઇન્સ્યોરન્સ પોલીસીનું પ્રિમીયમ, શોપીંગનું પેમેન્ટ વિગેરના અલગ રકમના કુલ રૂ. 99,155ની મત્તાનું ટ્રાન્જેક્શન કર્યુ હતું. જેને પગલે કારખાનેદારે અમરોલી પોલીસમાં અરજી કરી હતી. આ અરજીની તપાસના આધારે પોલીસે વિશ્વાસઘાત અને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s