સુરત: સિવિલમાં બ્લડ આપવા આવેલા યુવાનને કાઢી મુકાયો

સુરત,તા.29 જુલાઈ 2021,ગુરૂવાર

સુરત સિવિલ હોસ્પિટલ હમેશા વિવાદોમાં ઘેરાયેલી રહે છે.પ્રતિદિન સિવિલ માં કોઈ ને કોઈ મુદ્દે વિવાદ થતાંજ હોય છે.અને આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેમાં સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાંથી એક ડોનરને પીડિત પરિવાર સાથે હાંકી કાઢવામાં આવ્યો હતો છે. બ્લડ ડોનરની વ્યવસ્થા કર્યા બાદ પણ શ્રમજીવી દર્દીને બ્લડ નહિ આપવાની ઘટના સામે આવી છે

આ અંગે મળતી માહિતી અનુસાર કતારગામ વિસ્તારમાં રહેતા રૂસ્તમ શાહને લિવરની સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને સતત લોહીની ઊલટી અને ઝાડા થઈ રહ્યાં હોવાથી બી-પોઝિટિવ બ્લડની જરૂર હોવાનું સારવાર કરનાર તબીબોએ કહ્યું હતું. જો કે સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં બી પોઝિટિવ બ્લડ નહીં હોવાથી રૂસ્તમના મિત્રોએ બ્લડની વ્યવસ્થા કરવા સોશિયલ મીડિયામાં મેસેજ વાઈરલ કર્યો હતો. મેસેજ જોઈ લિંબાયત ખાતે મદીના મસ્જિદ પાસે રહેતા વાજીદ મન્સૂર અને અરબાઝભાઈ સિવિલમાં પહોંચ્યા હતા. રૂસ્તમના પરિવારને લઈ બ્લડ બેંકમાં ગયા હતા.જ્યાં બ્લડ ડોનરની સાથે પીડિત પરિવારને અહીંના કર્મચારીનો કડવો અનુભવ થયો હતો. અરબાઝનું બી-પોઝિટિવ બ્લડ ગ્રુપ હતું તેમણે બ્લડ આપવા તૈયારી દર્શાવી હતી અને બ્લડ બેંકમાં પહોંચ્યા હતા. ફરજ પરના કર્મચારીએ બલ્ડ લેવાનો ઇનકાર કરી રાત્રે બ્લડ લેવાવાળા કોઈ કર્મચારી પણ નથી અને તેમને શહેરની બીજી બ્લડ બેંકમાં જવા કહ્યું હતું.

ત્યાર બાદ સ્મિમેરમાં ડોનર અરબાઝ સાથે જઈ ત્યાં બ્લડ આપી રૂસ્તમ શાહ માટે બ્લડની વ્યવસ્થા કરી હતી.અને આ બેદરકારી બદલ બ્લડ આપનારે વિડીયો વાઇરલ કર્યો હતો. વીડિયો વાયરલ થતા સામાજિક કાર્યકર્તાઓએ સિવિલના સુપરિટેન્ડન્ટને ફરિયાદ કરી હતી. અને તેઓ એ આ મામલે તપાસ કરી જવાબદાર કર્મચારીઓ સામે પગલાં લેવા જણાવ્યું હતું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s