સુરત: કોરોનાના વેરિયન્ટ જોવા માટે હવે સેમ્પલ પુણે નહીં મોકલવા પડશે : સુરતમાં જ મશીન ઉપલબ્ધ

સુરત,તા.29 જુલાઈ 2021,ગુરૂવાર

વર્તમાનમાં કોરોનાની બીજી લહેરના કેસ ઓછા જોવા મળી રહ્યા છે પરંતુ બીજી તરફ કોરોનાના અલગ અલગ વેરિયન્ટ જોવા મળતા ટેસ્ટીંગ માટે તેને અત્યાર સુધી પુણેની લેબમાં મોકલાતા હતા. જો કે હવે આ સુવિધા સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ. ખાતેની લેબમાં ઉભી કરાઈ છે. આ મશીનથી માત્ર 7 દિવસમાં જ વેરિયન્ટનો રિપોર્ટ મળી જશે .

કોરોનાની બીજી લહેરમાં સુરતમાં સાઉથ આફ્રિકન અને યુકે સ્ટ્રેન સુરતમાં જોવા મળ્યો હતો અને તેની તપાસ માટે સેમ્પલ ગુજરાત બહાર મોકલવામાં આવ્યા હતા .જોકે લેબમાંથી રિપોર્ટ આવતા આવતા 15 થી 20 દિવસનો સમય ગાળો નીકળી જતો હતો. જેને કારણે આરોગ્ય વિભાગની ટીમને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો .જો કે રાજ્ય સરકારની મંજૂરી બાદ હવે જીનોમ સિકવન્સ મશીન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના લેબ ખાતે મૂકવામાં આવ્યું છે અને આ લેબને રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજુરી પણ આપી દેવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં માત્ર બે જ લેબ હાલ કાર્યરત છે જે પૈકી એક વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઉભી કરવામાં આવી છે. જેથી ભવિષ્યમાં કોરોનાના સ્ટ્રેનની ચકાસણી સુરતમાં જ થઈ રહે એ માટે આ મશીન અગત્યની ભૂમિકા ભજવશે. આ અમેરિકન મશીન છે જેની કીટ ખૂબ જ મોંઘી હોય છે. આ કીટની કિંમત લાખોમાં હોય છે. પરવાનગી મળ્યા પછી ટૂંક સમયમાં સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાતમાં વેરિએન્ટની તપાસ આ મશીન દ્વારા કરવામાં આવશે.

વીએનેસજીયુના માઇક્રોબાયોલોજી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રદીપ દુધાગરાએ કહ્યું કે, આ મશીનમાં એકસાથે 96 સેમ્પલ્સ મૂકી શકાય છે. સાત દિવસની પ્રક્રિયા થકી જાણી શકાય છે કે કોરોનાનો કયો વેરિયન્ટ હાજર છે. આ પ્રક્રિયા ત્રણ ચરણમાં થતી હોય છે. આ લેબ હાલ દક્ષિણ ગુજરાતના લોકો માટે આશીર્વાદ સમી બની ગઈ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s