સુરત: ઉંમરવાડાની મહિલાની પ્રસૂતિ દરમિયાન વધુ લોહી વહી જતાં સિવિલમાં મહિલાને 36 દિવસ આઈસીયુમાં 25 દિવસ વેન્ટિલેટર પર રાખી જીવ બચાવ્યો

સુરત,તા 29 જુલાઈ 2021,ગુરૂવાર

ઉમરવાડા વિસ્તારની પરિણીતાને પ્રસૂતિ દરમિયાન વધુ પડતું લોહી વહી જતા સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ત્યાં ડોક્ટરોની ટીમે તેને 36 દિવસ આઈસીયુમાં 25 દિવસ વેન્ટિલેટર પર રાખી તેને જીવ બચાવ્યો હતો.

ઉમરવાડા વિસ્તારમાં રહેતા 24 વર્ષીય સીરીનબી જાફર શેખ ગર્ભવતી બની હતી તેને થોડા દિવસ પહેલા પ્રસૂતિ માટે મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે પિયરમાં ગઈ હતી . ગત તા .16 જૂનના રોજ તેને પ્રસૂતિની પીડા ઉપડતાં સારવાર માટે નંદુબારની હોસ્પિટલમાં દાખલ કરી હતી ત્યાં તેણે તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો . પરંતુ પ્રસૂતિ દરમિયાન વધુ પડતું લોહી વહી જતા સીરીનબીની હાલત ગંભીર થઈ હતી. ત્યાંના ડોક્ટરે તેની ગર્ભાશયની કોથળી કાઢ્યા પછી પણ લોહી બંધ નહીં થતાં હાલત કફોડી થઇ ગઇ હતી. એવું તેમના સંબંધી એ કહ્યું હતું તેને વધુ સારવાર માટે મામા મોસીનભાઈએ સુરત સિવિલમાં લાવ્યા હતા ત્યાં 17 જૂનના રોજ સિવિલાન ગાયનેક વિભાગમાં વડા ડો.રાગિણી વર્મા અને ડો.અંજની શ્રીવાસ્તવ , ફાલ્ગની પટેલના માર્ગદર્શન હેઠળ તેને સારવાર અપાઈ હતી .

સિવિલના ગાયનેક વિભાગના ડો.કેદાર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ડોક્ટરોની ટીમે દ્વારા ગાયનેક-ઓબ્સ આઈસીયુમાં તેની ખાસ કેર લેવાઈ હતી. પ્રથમ દિવસથી લોહી ચઢાવ્યું , વેન્ટિલેટર સપોર્ટ જેવી સારવાર શરૂ કરી હતી. તું કે આ મહિલાની સારવાર માટે ગાયનેક વિભાગ સાથે બીજા 4 વિભાગ ડોક્ટરો જોડાયા હતા જેમાં ગાયનેક વિભાગની સાથે એનેસ્થેસિયા અને ઇએનટી વિભાગના તબીબો ઉપરાંત ટેલિફોનથી ઇન્ટેટિવ કેર અને નેફેલોજિસ્ટની મદદ લેવાઈ હતી. આખરે 25 દિવસ વેન્ટિલેટર સાથે 36 દિવસ આઈસીયુમાં રહ્યા બાદ સીરીનબીની તબિયતમાં સુધારો આવ્યો હતો . ત્યારબાદ 41 દિવસ સુધી સારવાર લેવીને બુધવારે તેને રજા અપાઈ હતી . સીરીનબી સાથે તેની નવજાત પુત્રીને રાખવા વિશેષ વ્યવસ્થા કરાઈ હતી. પરિવારે તબીબોને સન્માનિત કરી મીઠાઈ પણ વહેંચી હતી. બાદમા સિવિલ તંત્ર દ્વારા મહિલાને એમ્બ્યુલન્સમાં ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s