સામાન્ય સભા પહેલાં પાલિકા કચેરીમાં ચુસ્ત બંદોબસ્ત

સુરત,

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચુંટણીમાં
વિપક્ષે કરેલી તોડફોડ બાદ કોઈ પણ ચુંટણી હોય કે સામાન્ય સભા પાલિકા કચેરીને પોલીસ છાવણીમાં
ફેરવી દેવામા આવે છે. આજે પાલિકાની સામાન્ય સભા પહેલાં જ પાલિકા કચેરીના દરવાજા સામાન્ય
પ્રજા માટે બંધ કરી દેવાયા હતા. રજુઆત કરવા માટે કે ફરિયાદ લઈ આવતી પ્રજાને દરવાજાથી
જ પાછા કાઢી મુકવામા ંઆવતા હતા. વિપક્ષના કોર્પોરટેરો કરતાં કાર્યકરો સામાન્ય સભા વખતે
આવીને હોબાળો મચાવતા હોવાથી પ્રેક્ષક ગેલેરી પણ બંધ કરી દેવામાં આવી છે. વિપક્ષના હોબાળા
અને શાસકોની નબળાઈના કારણે સામાન્ય પ્રજાને 
મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વેઈટીંગ લિસ્ટ બનતાં ધો.11નો  વર્ગ વધારાયો

સુરત,

સુરત મ્યુનિ. તંત્ર દ્વારા ધો.૧૧ના
વર્ગ શરૃ કરાતાની સાથે જ વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ધસારો થઈ રહ્યો છે. કેટલીક જગ્યાએ
વેઈટીંગ લિસ્ટ બનતાં આજે સામાન્ય સભામા ંજ નવો વર્ગખંડ શરૃ કરવાની જાહેરાત કરવામાં
આવી હતી. સ્થાયી અધ્યક્ષે સામાન્ય સભામાં ધો. 11ના વર્ગની દરખાસ્ત રજુ કરવા સાથે જણાવ્યુ
ંહતું કે, ધો. ૧૧ના પ્રવેશની કામગીરી સહિત તમામ કામગીરી ઓન લાઈન નિરીક્ષણ કરવામાં આવી
રહી છે. હાલમાં ગુજરાતી માધ્યમમાં ધો. 11માં વેઈટીગ લિસ્ટ બની રહ્યુ ંહોવાથી વધારાનો
એક વર્ગ શરૃ કરવાનો નિર્ણય કરવામાં આવે છે.

ફાયરમાં ડે. ફાયર ઓફિસરને લાગવગથી
લેવાયાનો આક્ષેપ

સુરત,

<

p class=”12News0″ style=”text-align:justify;”>પાલિકા કમિશ્નરે ફાયરની કામગીરી
અંગેના જવાબ બાદ વિપક્ષે ફાયરમાં જે કર્મચારીઓની ભરતી થાય છે તેમાં ભલામણથી ભરતી કરાતી
હોવાનો આક્ષેપ કરવામા ંઆવ્યો છે. વિપક્ષના કોર્પોરેટરો આક્ષેપ કરતાં કહ્યુ ંહતુ ંકે,
પાલિકમાં ડે. ફાયર ઓફિસર તરીકે રોહિત પટેલની નિમણુંક થઈ છે તેનું વજન ૧૨૦ કિલોનું છે
અને તેને તરતા પણ આવડતું નથી. આ કર્મચારીની ભરતી કોઈની ભલામણથી થઈ હોવાનો આક્ષેપ કરાયો
હતો જેમાં તપાસ કરીને જવાબ આપવા માટે તંત્રએ જણાવ્યું હતું. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s